મહિલા ક્રિકેટ / ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, મિતાલી રાજના હાથમાં ટીમની કમાન

divyabhaskar.com | Updated - Feb 10, 2019, 11:16 AM
On February 22, England women's team will tour India, India-England match
X
On February 22, England women's team will tour India, India-England match

  • ઇંગ્લેન્ડમાં છ મહિના પછી સારાની વાપસી
  • બન્ને ટીમોની વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક. 22 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડની મહિલા ટીમ ભારતના પ્રવાસે આવશે. અહિયાં બન્ને ટીમોની વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમાશે. પ્રવાસ માટે શનિવારે ભારત અને ઇંગ્લેન્ડ, બન્ને ટીમની પસંદગી કરાઇ. કેપ્ટન અનુભવી મિતાલીને બનાવાઈ છે. ઇંગ્લેન્ડની ટીમમાં 6 મહિના પછી અનુભવી વિકેટકીપર-બેટ્સમેન સારા ટેલર પરત ફરી છે. સારા માનસિક સમસ્યાઓના કારણે જુલાઇથી ક્રિકેટથી દૂર હતી.

આ ત્રણ વનડે આઇસીસી મહિલા ચેમ્પિયનશિપનો ભાગ

1.ભારત-ઇંગ્લેન્ડ સીરિઝની ત્રણ વનડે આઇસીસી મહિલા ચેમ્પિયનશિપનો ભાગ હશે. ત્રણ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 
2.પહેલી મેચ 22 ફેબ્રુઆરી, બીજી 25 અને ત્રીજી 28 ફેબ્રુઆરીએ રમાશે. આ પહેલાં 18 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડની ટીમ બોર્ડ પ્રેસિડેન્ટ-11ની સામે એક વોર્મ અપ મેચ પણ રમાશે. વનડે સીરિઝ પછી ત્રણ ટી-20 મેચ રમાશે.
3.ભારતની ટીમમાં મિતાલી રાજ(કેપ્ટન), ઝુલાન ગોસ્વામી, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્ઝ, દિપ્તી શર્મા, તાન્યા ભાટિયા, આર કલ્પના, મોના મેશ્રામ, એકતા બિસ્ટ, રાજેશ્વરી, પૂનમ યાદવ, શિખા પાંડે, માનસી જોશી, પૂનમ રાઉત રમશે.
4.ઇંગ્લેન્ડની ટીમની વાત કરીએ તો તેમાં ટેમી બ્યૂમોન્ટ, કેથરીન બ્રન્ટ, કેટ ક્રાસ, સોફિયા ડંકલે, સોફી એક્લેસ્ટોન, જોર્જિયા એલવિસ, એલેક્સ હાર્ટલે, એમી જોન્સ, હીથર નાઇટ, લૌરા માર્શ, નેટ સ્કિવર, આન્યા શ્રબસોલા, સારા ટેલર, લોરેન વિનફિલ્ડ, દાની વોટ રમશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App