ફૂટબોલ / મેસ્સીની એક મહિનાની કમાણી 67 કરોડ રૂપિયા, વર્લ્ડમાં સૌથી વધારે વેતન મેળવનાર ફૂટબોલર

divyabhaskar.com | Updated - Feb 09, 2019, 02:07 PM
Messi earns 67 crore rupees every month, more than any other footballer in the world

  • રોનાલ્ડો બીજા નંબરે, તેની કમાણી 38 કરોડ, મેસ્સીની 56% વધારે
  • કમાણી મામલે ફ્રાન્સનો ગ્રેઝમેન ત્રીજા અને બ્રાઝીલનો નેમાર ચોથા સ્થાને


સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પેનના ફૂટબોલ ક્લબ બાર્સેલોના માટે રમતો અને સ્પેનના લા-લીગામાં 400થી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાનો લિયોનલ મેસ્સી દુનિયાનો સૌથી વધુ વેતન મેળવનાર ખેલાડી બની ગયો છે. તેણે પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, ફ્રાન્સના એન્ટોની ગ્રેઝમેન અને બ્રાઝીલના નેમારને પાછળ છોડી દીધા છે.

ગોલ ડોટ કોમ વેબસાઈટે જણાવ્યું હતું કે મેસ્સીની એક મહિનાની આવક 83 લાખ યૂરો( 67 કરોડ રૂપિયા) છે. જયારે યુવેન્ટ્સ માટે રમતા ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આવક 47 લાખ યૂરો( 38 કરોડ રૂપિયા) છે. ગયા વર્ષે રશિયામાં ફિફા વર્લ્ડકપ જીતનાર ફ્રાન્સના એન્ટોની ગ્રેઝમેનની આવક 33 લાખ યૂરો છે. તે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. આ સૂચીમાં બ્રાઝીલનો નેમાર ચોથા સ્થાને અને ઉરુગ્વેનો લુઈસ સુઆરેઝ પાંચમા સ્થાને છે. નેમાર દર મહિને 30.6 લાખ યૂરો કમાઈ છે જયારે સુઆરેઝ દર મહિને 29 લાખ યૂરો કમાઈ છે.

X
Messi earns 67 crore rupees every month, more than any other footballer in the world
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App