ફૂટબોલ / મેસી સ્પેનિશ લીગ લા લીગામાં 400 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

Messi becomes the first player in La Liga to score 400 goals

  • બાર્સેલોનાના મેસીએ 435મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો 
  • બાર્સેલોનાએ આઇબરને 3-0 થી હરાવ્યું, સુઆરેઝે બે ગોલ કર્યા

divyabhaskar.com

Jan 14, 2019, 02:02 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પેનના ફૂટબોલ ક્લ્બ બાર્સેલોનાનો કેપ્ટ્ન લિયોનલ મેસ્સી લા લીગામાં 400 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે 435મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો છે. મેસીએ આઈબર વિરુદ્ધ ગોલ કરી આ રેકોર્ડ બનાવ્યો હતો. સ્પેને આઈબરને 3-0 થી હરાવ્યું હતું. સ્પેન તરફથી મેસીએ એક, જયારે લુઈસ સુઆરેઝે બે ગોલ કર્યા હતા. બાર્સેલોના અત્યારે લીગમાં પ્રથમ સ્થાને છે.

જો યુરોપના બધા લીગને ભેગા કરીયે તો મેસ્સી 400 ગોલ કરનાર બીજો ખેલાડી છે. તેની પેહલા યુવેન્ટ્સ માટે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આવું કરી ચૂક્યો છે. રોનાલ્ડોએ સ્પેનના રિયલ મેડ્રિડ, ઇંગ્લેન્ડના મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને ઇટલીના યુવેન્ટ્સ માટે રમતા કુલ 507 મેચમાં 409 ગોલ કર્યા છે.

રોનાલ્ડોથી 63 મેચ ઓછી રમી મેસીએ 400 ગોલ કર્યા
રોનાલ્ડોએ 400મોં ગોલ 498મી મેચમાં કર્યો હતો. જયારે મેસીએ 63 મેચ ઓછી રમતા 435 મેચમાં 400 ગોલ કર્યા છે. જો લા લીગાની વાત કરવામાં આવે તો મેસ્સી પછી સૌથી વધુ ગોલ રોનાલ્ડોએ કર્યા છે. રોનાલ્ડોએ 292 મેચમાં 311 ગોલ કર્યા છે. જયારે સ્પેનના ટેલ્મો જારાએ 278 મેચમાં 251 ગોલ સાથે ત્રીજા સ્થાને છે.

મેસ્સીના રેકોર્ડ

  • મેસ્સીએ લા લીગામાં કરેલા 400 ગોલ 29 ટીમોના કુલ ગોલ કરતા વધારે છે.
  • મેસ્સીએ લા લીગામાં સૌથી વધુ 37 ટીમો સામે ગોલ કર્યા છે.
  • સેવિલા સામે મેસીએ 24 મેચમાં સૌથી વધુ 25 ગોલ કર્યા છે.
X
Messi becomes the first player in La Liga to score 400 goals
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી