ઓલિમ્પિક / ઈ-વેસ્ટથી 16.5 કિલો સોનુ અને 1800 કિલો ચાંદી ભેગા કર્યા, આનાથી મેડલ બનશે

Medals for 2020 Tokyo Olympics will be made of e-waste
X
Medals for 2020 Tokyo Olympics will be made of e-waste

  • જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની જુલાઈ-ઓગસ્ટમાં ઓલિમ્પિકનું આયોજન થશે 
  • આ વખતે ઓલિમ્પિકમાં 2016ની સરખામણીએ 16% ઓછા પ્રદૂર્ષણનું લક્ષ્ય

divyabhaskar.com

Feb 11, 2019, 01:42 PM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની જુલાઈ-ઓગસ્ટથી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થશે. તેમાં વિજેતાને મળનાર મેડલ્સ ઈ-વેસ્ટથી ભેગા કરેલા સોના અને ચાંદીથી બનાવવામાં આવશે. એપ્રિલ 2017થી ચાલતા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં ઈ-વેસ્ટથી 16.5 કિલોગ્રામ સોનુ અને 1800 કિલોગ્રામ ચાંદી ભેગું થયું છે.

મેડલ્સની ડિઝાઇન સમરમાં લોન્ચ થશે

ટોક્યો સંગઠન સમિતિએ શહેરમાં એર પોલ્યુશન ( કાર્બન ડાયોક્સાઇડ)ને ઓછું કરવા અને ઈ-વેસ્ટને રિસાઈકલ કરવા માટે જૂની ધાતુથી નવા મેડલ્સ બનાવવાનું નક્કી કર્યું હતું. ઓલિમ્પિકમાં 5000 મેડલ આપવામાં આવશે.
આ પ્રોજેક્ટને મોબાઈલ ફોન ઓપરેટર એનટીટી ડોકોમો, જાપાની ગવર્મેન્ટ એન્વાયરમેન્ટ સેનિટેશન સેન્ટર અને ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટનો પણ સપોર્ટ મળ્યો છે. વિજેતાને મળનાર મેડલની ડિઝાઇન આ વર્ષની સમર સિઝનમાં લોન્ચ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટના શરૂ થયા પછી રાષ્ટ્રીય સ્તર સુધી દાન દાતાઓએ ઈ-વેસ્ટના રૂપમાં ઉપયોગ કરેલા સ્માર્ટફોન, જૂની ડિજિટલ પ્રોડક્ટ, લેપટોપ, કેમેરા વગેરે વસ્તુઓ આપી હતી. છેલ્લા 18 મહિનામાં 50 હજાર ટન ઈ-વેસ્ટનું દાન થઇ ચૂક્યું છે.
મળેલી માહિતી અનુસાર  આ વર્ષે ટોક્યોમાં એર પોલ્યુશન ઓછું કરવા માટે 29 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. ઓલિમ્પિક કમિટીએ આ વર્ષે 2016 કરતા 16% ઓછા પોલ્યુશનનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે મુખ્ય સ્ટેડિયમ બનાવવા માટે 87% ટકા લાકડીઓનો ઉપયોગ કરવામાં આવશે. તે ઉપરાંત રિસાઇકલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે.
5. જૂના સામાનને બદલાવવા માટે ઇકો પોઇન્ટ બનાવ્યા
જૂના એસી, ફ્રિજ અને વોટર હીટરને હટાવીને તેની જગ્યાએ ઓછા પ્રદૂષણવાળા સામાનને વાપરવા માટે લોકોને મોટીવેટ કરવામાં આવી રહ્યા છે. આખા શહેરમાં ઘણી જગ્યાએ ઇકો પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. એક દુકાનદારને સાત કિલો કાર્બન ડાયોક્સાઇડ ઓછું કરવા માટે એક યેન ( 64 રૂપિયા) આપવામાં આવી રહ્યા છે. એક ફ્રિજથી એક મહિનામાં એવરેજ 200 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળે છે.
ઓલિમ્પિકનું મુખ્ય સ્ટેડિયમ નવેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે. 60% વેન્યુ રીયુઝ્ડ અને રીસાઇકલ વસ્તુઓથી બનશે. સ્ટેડિયમની બધી લાઈટો સોલર એનર્જીથી ચાલશે. સ્ટેડિયમ બનાવવામાં 11 હજાર કરોડનો ખર્ચો થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી