AIBA Rankings / મેરીકોમ 48 કિલો કેટેગરીમાં દુનિયાની નંબર 1 બોક્સર બની

divyabhaskar.com | Updated - Jan 10, 2019, 05:43 PM
Mary Kom becomes world number 1 in 48 kilo category
X
Mary Kom becomes world number 1 in 48 kilo category

  • AIBAએ અપડેટ કરેલા રેન્કિગમાં 1700 પોઇન્ટ સાથે મેરી કોમ 48 કિગ્રા કેટેગરીમાં પ્રથમ સ્થાને 
  • 2018માં મેરીકોમે કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો હતો
  • જોકે 2020માં ઓલિમ્પિકમાં 48 કિલો કેટેગરી નહીં હોવાથી 51 કિલોમાં ભાગ લેવો પડશે

સ્પોર્ટ્સ ડેસ્ક: રેકોર્ડ 6 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી મેરીકોમ ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (AIBA )ના રેન્કિગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.  ભારતની દિગ્ગ્જ બોક્સર મેરીકોમે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપની 48 કિલોગ્રામ કેટેગરી જીતીને ઇતિહાસ રચી દીધો હતો. મેરી વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી. AIBAની અપડેટ કરેલા રેન્કિગમાં 1700 પોઇન્ટ સાથે મેરીકોમ 48 કિગ્રા કેટેગરીમાં પ્રથમ સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ મેરી કોમ માટે 2018નું વર્ષ શાનદાર રહ્યું હતું. 

ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાનો પડકાર

1.આ વર્ષે મેરીકોમ સામે સૌથી મોટો પડકાર 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાનો હશે. મેરીકોમ 48 કિલોગ્રામની કેટેગરીમાં વર્લ્ડની નંબર 1 બોક્સર છે પરંતુ ઓલિમ્પિકમાં આ કેટેગરીનો સમાવેશ થયો નથી. તેથી લંડન ઓલિમ્પિકની જેમ આ વખતે પણ  તેને 51 કિલોગ્રામમાં ભાગ લેવો પડશે. 
અન્ય બોક્સર પણ આગળ આવી રહી છે
2.મેરીકોમ સિવાય પિંકી રાની 500 પોઇન્ટ સાથે 51 કિગ્રામાં 8મા સ્થાને, સરજુબાલા દેવી 500 પોઇન્ટ સાથે 19મા સ્થાને છે. 54 કિગ્રામાં એશિયાઈ સિલ્વર મેડલિસ્ટ મનીષા મોંન 450 પોઇન્ટ સાથે 8મા સ્થાને છે. વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડાલિસ્ટ સિમરનજિત કોર 650 પોઇન્ટ સાથે 64 કિગ્રામાં 4થા સ્થાને, જયારે સરિતા દેવી 210 પોઇન્ટ સાથે 16મા સ્થાને છે. વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડાલિસ્ટ લવલીના બોરેગોહેન 860 પોઇન્ટ સાથે 69 કિગ્રામાં પાંચમા સ્થાને છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App