ક્રિકેટ / એવું કંઈક કરીએ જેથી ભારત આપણી સાથે ક્રિકેટ રમવા માંગે: પીસીબી એમડી વસીમ ખાન

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 06:16 PM
Let's make India want to play us - PCB MD Wasim Khan
X
Let's make India want to play us - PCB MD Wasim Khan

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા મેનેજીંગ ડિરેકટર વસીમ ખાને કહ્યું કે આવનારા સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બાઈલેટરલ સિરીઝ યોજાય તેવી સંભાવના નહિવત છે. તેમણે કહ્યું કે આ જ સમય છે કોઈ નવી સ્ટ્રેટેજી સાથે આગળ આવવાનો જેથી બંને દેશ વચ્ચે ક્રિકેટનો સંબંધ ફરી શરૂ થાય. ખાને લાહોરમાં રિપોર્ટ્સ સમક્ષ આ વાત કરી હતી.

ઈન્ડો-પાક સિરીઝનું આયોજન એક મોટો પડકાર છે

1.ખાને કહ્યું હતું કે ઈન્ડો-પાક સિરીઝનું આયોજન એક મોટો પડકાર છે અને ભારતમાં ઈલેક્શન છે એટલે આવનારા સમયમાં સિરીઝ રમાય તેવી કોઈ સંભાવના નથી. અમે અમારા તરફથી બનતા પ્રયાસ કરી રહ્યા છીએ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મની પણ પોતાના તરફથી બનતા પ્રયાસ કરી રહ્યા છે જેથી વાત આગળ વધી શકે.
2.પાકિસ્તાન હંમેશાં ભારતને સિરીઝ માટે પૂછતું આવ્યું છે, એવી કંઈક પરિસ્થિતિ લાવવી જોઈએ જેથી ભારત અમને સિરીઝ માટે વાત કરે. અમે હંમેશાં ભારતની રાહ જોઈ શકીએ તેવું નથી. અમારો ધ્યેય પાકિસ્તાન ક્રિકેટનો વિકાસ છે અને અમારી ટીમ ઇન્ટરનેશનલ લેવલે સફળતા હાંસલ કરે તે છે.
3.2009થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈને આગ્રહ કરે છે કે બંને દેશ વચ્ચે મેચો યોજાય. નજમ સેઠીએ તો બીસીસીઆઈ ઉપર  કેસ પણ કર્યો હતો. તે કેસનું કારણ હતું ભારતે પાકિસ્તાન સાથે 2014થી 2023 દરમિયાન 7 બાઈલેટરલ સિરીઝ રમવાની ના પાડી હતી. જોકે આઇસીસીસએ આ કેસને રીજેક્ટ કર્યો હતો.
4.અહેસાન મનીએ કહ્યું હતું કે અત્યારે ભારતમાં ઇલેક્શનનો માહોલ છે એટલે તેમની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી કારણકે અમારે બીસીસીઆઈમાં નવા લોકો સાથે વાત કરવી પડશે. તેમણે કહ્યું કે જો અમે પાકિસ્તાનને વર્લ્ડની ટોપ ત્રણ ટીમમાંથી એક બનાવીએ તો ભારત સામેથી સિરીઝનો પ્રસ્તાવ લઈને અમારી પાસે આવશે.
5.તેમણે વધુ ઉમેરતા કહ્યું કે મને ભારતમાંથી પત્રકાર તેમજ અન્ય લોકોના મેસેજ આવતા રહે છે કે તેઓ ભારત અને પાકિસ્તાનને રમતા જોવા ઈચ્છે છે, પરંતુ  સ્પોર્ટ્સમાં રાજકરણ આવી ગયું છે જેથી સિરીઝનું આયોજન અશક્ય છે.
6.વસીમ ખાને પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટનું સ્તર સુધારવાની પણ વાત કરી હતી જેથી ટીમનું ઓવરઓલ ક્રિકેટ સુધરે. તેમણે કહ્યું કે ગ્રાસરુટ લેવલે ટીમનું પ્રદર્શન સુધરે તે પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App