ક્રિકેટ / કુલદીપ ટી-20 બોલર્સ રેન્કિંગમાં બીજા સ્થાને, કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 08:04 PM
Kuldeep climbs to number two in ICC t20 rankings

  • રોહિત શર્મા ત્રણ સ્થાનના ફાયદા સાથે બેટિંગમાં 7મા ક્રમે, 
  • કિવિઝ વિરુદ્ધની સિરીઝમાં ના રમવાના કારણે કોહલી 4 સ્થાનના નુકશાન સાથે 19મા ક્રમે

સ્પોર્ટ્સ ડેસ્ક: કુલદીપ યાદવ ટી-20 બોલર્સ રેન્કિંગમાં બીજા સ્થાને છે. આ તેના કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. આ પહેલા તે ત્રીજા સ્થાને હતો. આઈસીસીએ જાહેર કરેલી રેન્કિંગમાં તેના 728 પોઇન્ટ છે. ટી-20 રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 793 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. રોહિત શર્મા બેટિંગમાં ત્રણ સ્થાનના ફાયદા સાથે 7મા ક્રમે છે.

કુલદીપ દર 12માં બોલે વિકેટ લે છે
કુલદીપ ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ટી-20માં રમ્યો હતો. તેણે 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ હવે 18 ટી-20માં 35 વિકેટ લઇ ચૂક્યો છે. તેની બોલિંગ સ્ટ્રાઇક રેટ 11.5 છે. જેનો મતલબ તે દર 12માં બોલે વિકેટ લે છે. તેના સિવાય ટોપ 10માં અન્ય કોઈ ભારતીય બોલર્સ નથી. યૂઝવેન્દ્રે ચહલ 6 સ્થાનના નુકશાન સાથે 17મા સ્થાને છે. ભુવનેશ્વર કુમાર 18મા સ્થાને છે.

બેટિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ ટોચ પર
બેટિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ ટોચના સ્થાને છે. રોહિત શર્મા ત્રણ સ્થાનના ફાયદા સાથે સાતમા ક્રમે આવી ગયો છે. જયારે લોકેશ રાહુલને ત્રણ સ્થાનનું નુકશાન થતા તે 10મા ક્રમે આવી ગયો છે. શિખર ધવન 11મા ક્રમે છે.

કૃણાલ પંડ્યાને 39 સ્થાનનો ફાયદો
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં ભાગ ન લેનાર વિરાટ કોહલીને ચાર સ્થાનનું નુકશાન થયું છે. તે 599 પોઇન્ટ સાથે 19મા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડ સામે ચાર વિકેટ લેનાર કૃણાલ પંડ્યાને 39 સ્થાનનો ફાયદો થયો છે. તે બોલર્સ રેન્કિંગમાં 58મા સ્થાને આવી ગયો છે. આ તેના કરિયરનો સર્વશ્રેષ્ઠ રેન્ક છે.

X
Kuldeep climbs to number two in ICC t20 rankings
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App