વિવાદ / હાર્દિક-રાહુલની કમેન્ટ્સ પર કોહલીએ કહ્યું, 'અમે તેમના વિચારો સાથે સહમત નથી'

Kohli reacts on Hardik-Rahul controversial remarks on talk show
X
Kohli reacts on Hardik-Rahul controversial remarks on talk show

  • હાર્દિક પંડયાએ કરન જોહરના શો પર sexist કમેન્ટ્સ કરી હતી 
  • અમે બોર્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ: કોહલી
  • આવતીકાલથી શરૂ થતી વનડે શ્રેણી પહેલાં હાર્દિક રાહુલ પર બેન અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા

divyabhaskar.com

Jan 11, 2019, 12:40 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ હાર્દિક પંડયા-લોકેશ રાહુલે ચેટ શો પર કરેલી ટિપ્પણી પર પોતાની ચુપ્પી તોડી છે. તેણે કહ્યું, "ભારતીય ક્રિકેટ ટીમના જવાબદાર ક્રિકેટર્સ તરીકે અમે તેમના વિચારો સાથે સહમત નથી. તેમણે જે પણ કહ્યું તે તેમની વ્યક્તિગત ટિપ્પણી હતી. અત્યારે બોર્ડના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. હાર્દિક અને રાહુલે થોડા દિવસો પહેલા કરન જોહરના શોમાં હાજરી આપી હતી. તેમાં પંડયાએ sexist કમેન્ટ્સ કરી હતી અને ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાનું કબૂલ્યું હતું.

 

પંડયા-રાહુલ પર બે વનડેનો બેન લાગી શકે છે

1.પંડ્યાની આ કમેન્ટ્સ પછી BCCIએ તેમને 24 કલાકમાં જવાબ આપવા માટે નોટિસ મોકલી હતી. તે બાદ હાર્દિકે સાર્વજનિક રીતે માફી માંગી હતી. જોકે બોર્ડ તેમના પર બે વનડેનો બેન લગાવવા વિચારી રહ્યું છે. 
2.કોહલીએ કહ્યું, "ભારતીય ક્રિકેટ ટીમના દ્રષ્ટિકોણથી જોઈએ તો ડ્રેસિંગરૂમના માહોલમાં આ વિવાદથી કોઈ બદલાવ આવ્યો નથી. આનાથી અમારી રમતની ભાવના પર કોઈ અસર થઈ નથી. પહેલી વનડે માટે ટીમ કોમ્બિનેશનનો નિર્ણય બોર્ડ આ મામલે તેમનું નિર્ણય આપે તે પછી લેવામાં આવશે.
3.આ શો બાદ હાર્દિકે ટવિટર પર માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, "આ શોમાં મેં ફ્લોમાં આવીને ટિપ્પણી કરી હતી અને એ વાતનું ધ્યાન રાખ્યું ન હતું કે આનાથી કોઈની લાગણી દુભાઈ શકે છે. તે બદલ હું બધાની માફી માંગુ છુ."
4.તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે, " હું તમને ભરોસો આપવા માંગુ છુ આ કમેન્ટ્સ મેં કોઈ બદઈરાદા સાથે અથવા સમાજના કોઈ વર્ગને ખરાબ દેખાડવા કરી ન હતી. હું પ્રામાણિકતાથી શોના નેચર પ્રમાણે ફ્લોમાં આવીને આવું બોલ્યો હતો. મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો ન હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી