ટી-20 / ન્યુઝીલેન્ડે 10 ઓવરમાં 55 રને 5 વિકેટ ગુમાવી છતાં 20 ઓવરમાં 179 રન કર્યા, મેચ 35 રને જીતી

divyabhaskar.com | Updated - Jan 11, 2019, 04:43 PM
Kiwis overcome horror start to defeat lanka by 35 runs

  • કિવિઝે અંતિમ 10 ઓવરમાં 124 રન કર્યા 
  • સ્કોટ કુગલીઆને 15 બોલમાં 35 અને દુગ બ્રેસવેલે 26 બોલમાં 44 રન કર્યા 
  • ન્યુઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન અને ઈશ શોધીએ 3-3 વિકેટ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યુઝીલેન્ડે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 35 રને જીતી હતી. ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા કેપ્ટ્ન લસિથ મલિંગા અને લસુથ રજિતાએ તરખાટ મચાવી અનુક્રમે 2 અને 3 ઝડપી હતી. જેના લીધે કિવિઝની અર્ધી ટીમ 10 ઓવરમાં પેવેલિયન પરત થઈ ગઈ હતી. તે બાદ સ્કોટ કુગલીઆને 15 બોલમાં 35 અને દુગ બ્રેસવેલે 26 બોલમાં 44 રન કરી તેમને 179ના સ્કોર સુધી પહોચાડ્યું હતું. જવાબમાં લંકાની ટીમ તરફથી થિસારા પરેરાના 24 બોલમાં 43 રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન 25 રનના અંક સુધી પહોંચી શક્યું ન હતું. કિવિઝ તરફથી લોકી ફર્ગ્યુસન અને ઈશ શોધીએ 3-3 વિકેટ લીધી જયારે ટિમ સાઉથી, સ્કોટ કુગલીઆ, ડગ બ્રેસવેલ અને મિચેલ સેન્ટનરે 1-1 વિકેટ લીધી હતી.

છેલ્લી 10 ઓવરમાં કિવિઝે બાજી ફેરવી
કિવિઝનો ઇંનિંગ્સની શરૂઆતમાં ધબડકો થતા 55 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે લંકાની મેચ પર મજબૂત પકડ હતી. પરંતુ સ્કોટ કુગલીઆને 15 બોલમાં 4 છગ્ગા અને 1 ચોક્કા સાથે 233.33ની સ્ટ્રાઇક રેટથી 35 રન અને દુગ બ્રેસવેલે 26 બોલમાં 5 છગ્ગા અને 1 ચોક્કા સાથે 169.23ની સ્ટ્રાઇક રેટથી 44 રન કરી મેચનું રૂપ બદલી નાખ્યું હતું. 180 રન ચેઝ કરતા લંકાએ પાવરપ્લેના 5 બોલમાં નિરોશન ડિકવેલા અને કુશલ પરેરાની વિકેટ ગુમાવ્યા બાદ મેચમાં કમબેક કરી શક્યું ન હતું.

X
Kiwis overcome horror start to defeat lanka by 35 runs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App