શાહિદ આફ્રિદીનો આ કેચ જોઈ તમે પણ કહેશો 'વાહ'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પૉર્ટ ડૅસ્કઃ પાકિસ્તાનમાં અત્યારે 'પાકિસ્તાન સુપર લીગ' (PSL) ચાલી રહી છે. તેમાં પાકિસ્તાનના ફાઇનલી નિવૃત્ત થયેલો શાહિદ અફ્રિદી પણ રમી રહ્યો છે. રિટાયર થયા પછીયે ફિટનેસમાં કોઈ ઘટાડો નથી થયો એનો પરચો અફ્રિદીએ આપ્યો. બાઉન્ડરી પાસે એણે એક અફલાતૂન કૅચ કર્યો. આ કૅચ જોઇને મૅચ જોઈ રહેલી દરેક વ્યક્તિની આંખો પહોળી થઈ ગઈ. આ મૅચ 'દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ'માં રમાઈ રહી હતી. મૅચમાં 'કરાચી કિંગ્સ'એ પહેલી ઇનિંગ્સમાં 20 ઑવરમાં 9 વિકેટે 149 રન કર્યા હતા. બીજી ઇનિંગ્સની 13મી ઑવરનો ત્રીજો બોલ મોહમ્મદ ઈરફાને ઉમર આમિન સામે ફેંક્યો હતો. મોહમ્મદ ઈરફાનના બૉલ પર ઉમર આમિને શૉટ ફટકાર્યો. લૉન્ગ ઑન પર બૉલ બાઉન્ડરી કુદાવીને સિક્સ બનવા જઈ રહ્યો હતો. ત્યાં જ આફ્રિદીએ ચિત્તાની જેમ તરાપ મારી એણે બૉલ કેચ કરતાં પોતાનું સંતુલન ગુમાવ્યું એણે બોલ હવામાં ઉછાળી બાઉન્ડરીની અંદર ગયો પછી બાઉન્ડરી બહાર આવી ફરી કૅચ કર્યો.
અન્ય સમાચારો પણ છે...