વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતને આજે બે સુવર્ણ પદક, હ્રદય હઝારિકા અને મહિલા ટીમે જીત્યો ગોલ્ડ

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ભારતને બે ગોલ્ડ મેડલ જીત્યાં. શૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો.

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 01:58 PM
શૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો, તેને 10 મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું
શૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો, તેને 10 મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ભારતને બે ગોલ્ડ મેડલ જીત્યાં. શૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો. તેને 10 મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું. તો મહિલા ટીમે 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં 188.7ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યું.

ચાંગ્વૂ (દક્ષિણ કોરિયા): વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ભારતને બે ગોલ્ડ મેડલ જીત્યાં. શૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો. તેને 10 મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું. તો મહિલા ટીમે 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં 188.7ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યું.

હઝારિકા અને ઈરાનના આમિર ફાઈનલ રાઉન્ડ સુધી 250.1 પોઈન્ટની સાથે બરાબરી પર હતા. જે બાદ બંને વચ્ચે શૂટઓફ થયું, જેમાં હઝારિકાએ 10.3 અંક અને આમિરને 10.2 પોઈન્ટ મળ્યાં. 0.1 અંકની સાથે શૂટઓફ જીતીને હઝારિકા ચેમ્પિયન બન્યો. ફાઈનલમાં ક્વોલીફાઈ કરવા માટે તેને 627.3નો સ્કોર કર્યો હતો.

ઈલાવેનિલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


- ટીમ સ્પર્ધામાં 1,872.3 પોઈન્ટ લઈને ભારત ચોથા સ્થાને રહ્યું. ભારતીય ટીમમાં હઝારિકા, દિવ્યાંશ અને અર્જુન સામેલ હતા.
- મહિલા ટીમમાં સામેલ ઈલાવેનિલ વાલારિવા (631), શ્રેયા અગ્રવાલ (628.5) અને માનિની કૌશિક (621.5)એ ઉમદા પ્રદર્શન આપ્યું. ઈલાવેનિલે 631ના સ્કોરની સાથે નવો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો.

X
શૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો, તેને 10 મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યુંશૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો, તેને 10 મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App