તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Ind Vs WI: વિરાટ 24મી સદીથી 28 રન દૂર, રિચાર્ડ્સ અને ચેપલની બરાબરી કરવાનો મોકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શમીએ વિન્ડિઝના બંને ઓપનર્સને આઉટ કરી પ્રવાસી ટીમ પર પ્રેશર ઊભું કર્યું. - Divya Bhaskar
શમીએ વિન્ડિઝના બંને ઓપનર્સને આઉટ કરી પ્રવાસી ટીમ પર પ્રેશર ઊભું કર્યું.

રાજકોટ: વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતે વિશાળ સ્કોર ખડો કરી 649/9 રને ઇનિંગ ડિક્લેર કરી. રવીન્દ્ર જાડેજાએ સદી પૂરી કરતાં જ ડ્રેસિંગ રૂમમાંથી કેપ્ટન કોહલીએ ઇનિંગ ડિક્લેર કરવાની જાહેરાત કરી. ટેસ્ટ ડેબ્યૂ કરનારો પૃથ્વી શો તથા કેપ્ટન વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની સેન્ચૂરીની મદદથી ભારતે આ સ્કોર ખડો કર્યો. ભારતે 9 વિકેટ ગુમાવીને 149.5 ઓવરમાં 649 રન નોંધાવ્યા. ભારતના વિશાળ સ્કોરનો પીછો કરતી વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ થઈ છે. વિન્ડિઝે 74 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી. બીજા દિવસની રમત પૂરી થઈ તે વખતે વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટ ગુમાવીને 94 રન કર્યા છે. ભારતને હજુ 555 રનની લીડ છે.

 

બેટ્સમેન બાદ ભારતના બોલર્સ છવાયા


મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 11 રન આપીને બે ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા. આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના ફાળામાં પણ એક-એક વિકેટ આવી. ભારતની બોલિંગ લાઇન અપ સામે વેસ્ટ ઈન્ડિઝના એક પણ બેટ્સમેન ટકી ન શક્યા. ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના બોલર્સ પ્રવાસી ટીમને વહેલી આઉટ કરી ઓલો-ઓન આપવાનો પ્રયાસ કરશે.

 

સ્કોરઃ
વેસ્ટ ઈન્ડિઝ (પ્રથમ ઇનિંગ)- 29 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 94 રન
ભારત (પ્રથમ ઇનિંગ)- 649/9 ડિક્લેર

 

સતત ત્રીજા વર્ષે 1000 રનનો આંકડા પર પહોંચી શકે છે ભારતીય કેપ્ટન

 

વિરાટની પાસે સતત ત્રીજા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રનનો આંકડો પાર કરવાનો પણ મોકો છે. વિરાટે આ વર્ષે નવ ટેસ્ટમાં 59.43ની સરેરાશથી 951 રન બનાવી લીધા છે. તેમાં ત્રણ સદી અને પાંચ અર્ધસદી સામેલ છે. આ ટેસ્ટમાં જો તેઓ પોતાના સ્કોરમાં 49 રન જોડી લે છે તો તેઓ 2016 અને 2017 પછી આ વર્ષે પણ 1000 રનના આંકડા પર પહોંચી જશે. 

 

ડેબ્યૂમાં જ પૃથ્વીએ ફટકારી સદી


પૃથ્વી શોએ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ શાનદાર સદી ફટકારી. તે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો સૌથી યુવા બેટ્સમેન છે. પૃથ્વીએ 99 બોલમાં પોતાની પહેલી ટેસ્ટ સદી કરી. આ ઉપરાંત પૃથ્વી ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી કરનારો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. પૃથ્વી શોથી આગળ શિખર ધવન અને વેસ્ટ ઇન્ડિઝનો ડ્વેન સ્મિથ છે.

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો 

અન્ય સમાચારો પણ છે...