તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Ind Vs WI: પહેલી ટેસ્ટમાં ભારતે વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ જીત્યો ટોસ, પહેલા બેટિંગનો નિર્ણય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૃથ્વી શોએ ડેબ્યૂ ટેસ્ટમાં સેન્ચૂરી મારી ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. - Divya Bhaskar
પૃથ્વી શોએ ડેબ્યૂ ટેસ્ટમાં સેન્ચૂરી મારી ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું.

રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીત્યા બાદ ભલે ભારતની શરૂઆત ખરાબ રહી હોય પરંતુ પહેલી ટેસ્ટ રમી રહેલા પૃથ્વી શો અને ચેતશ્વર પૂજારાએ ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધા. પહેલી ટેસ્ટ રમતાં પૃથ્વીએ સેન્ચૂરી ફટકારી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો પૃથ્વી સૌથી યુવા ભારતીય ક્રિકેટર છે. તે 134 રન બનાવીને આઉટ થયો. પૂજારા 86 રન બનાવીને કેચ આઉટ થયો. ત્યારબાદ અજિંક્ય રહાણે 41 રન  ભારતે 83 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 337 રન કર્યા છે. 

 

ટેસ્ટમાં સેન્ચૂરી કરનારો પૃથ્વી બીજો સૌથી યુવા ભારતીય


પૃથ્વી ટેસ્ટમાં સેન્ચૂરી કરનારો બીજો સૌથી યુવા ભારતીય છે. સચિન તેંડુલકર ટેસ્ટમાં સેન્ચૂરી કરનારા સૌથી યુવા બેટ્સમેન છે. તેમણે 15 નવેમ્બર 1989નો પાકિસ્તાન વિરુદ્ધ કરાચી ટેસ્ટમાં 16 વર્ષ 6 મહિનામાં ડૂબ્યૂ કર્યું હતું. જોકે, તેઓએ પહેલી સેન્ચૂરી નવમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેનચેસ્ટરમાં 9 ઓગસ્ટ 1990ના રોજ 17 વર્ષ 3 મહિનાની ઉંમરે ફટકારી હતી. 

 

ભારતની શરૂઆત ખરાબ રહી

 

બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં જ વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલ 0 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સિરીઝને ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી સિરીઝની તૈયારી તરીકે લઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝનો નિયમિત કેપ્ટન જેસન હોલ્ડરના એન્કલમાં ઈજા થઈ છે. તે કારણે વિન્ડીઝનું સુકાન કાર્લોસ બ્રેથવેટને સોંપવામાં આવ્યું છે.  

 

 

વિરાટે પૃથ્વીને ટેસ્ટ કેપ આપીઃ

 

આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા નવી ઓપનિંગ જોડી સાથે રમશે. કેએલ રાહુલની સાથે પૃથ્વી શો ઇનિંગની શરૂઆત કરશે. પૃથ્વી દેશનો 293મો ટેસ્ટ ક્રિકેટર બન્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી. 

 

Test Cap No. 293: @PrithviShaw's dream come true moment 🙌#INDvWI pic.twitter.com/cPMiR1tLwW

— BCCI (@BCCI) October 4, 2018

 

બંને ટીમો આ પ્રકારે છેઃ

 

ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજાર, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ 

 

વેસ્ટ ઈન્ડિઝઃ કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), સુનીલ અંબરીશ, દેવેન્દ્ર બિશૂ, રોસ્ટન ચેજ, શેન ડોર્વિચ, ગ્રેબિએલ, હેમિલ્ટન, હેટમાયર, શાઈ હોપ, શેર્મન લેવિસ, કીમો પોલ, કાઇરેન પાવેલ, જોમેર વારિકૈન અને અલ્જારી જોસેફ

અન્ય સમાચારો પણ છે...