Ind Vs Eng 5મી ટેસ્ટ:એલિસ્ટર કૂક પોતાની પહેલી અને અંતિમ ટેસ્ટમાં સદી કરનાર વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો

ઈંગ્લેંન્ડના પહેલી પારીમાં 332 રન જ્યારે ભારત 292 રને ઓલ આઉટ

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:14 AM
India Vs England 5th test match 4th day at the Oval stadium

લંડન: ઓવલમાં રમાઈ લહેલી પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં બે વિકેટ ખોઇને 116 રન બનાવી દીધા છે. એલિસ્ટર કૂક અને કેપ્ટન જો રૂટ ક્રીઝ પર છે. બંને અડધી સદીની ભાગીદારી પૂરી કરી ચૂક્યા છે. ભારત પર ઇંગ્લેન્ડે કુલ 156 રનની લીડ મેળવી લીધી છે. યજમાન ટીમે બેટ્સમેન કીટન જેનિંગ્સ ઉપરાંત ત્રીજા નંબરે રમવા ઉતરેલા મોઇન અલીની વિકેટ ગુમાવી. શમી અને જાડેજાને એક-એક વિકેટ મળી.

લંડન: ભારત સામેની પાંચમી અને પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકે સદી નોંધાવતા અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. કૂકે પોતાની ટેસ્ટ કારકિર્દીની પહેલી અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો પહેલો અને વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ સાથે તેના જોડીદાર ઇંગ્લેન્ડના સુકાની જો રૂટે પણ પોતાની ટેસ્ટ કારકિર્દીની 14મી સદી નોંધાવીને ભારત સામે પાંચમી ટેસ્ટમાં મજબૂત સ્થિતિએ ટીમને પહોંચાડી દીધી છે.

એલિસ્ટર કૂકે પોતાની ટેસ્ટ ક્રિકેટની શરૂઆત પણ ભારત સામે અને કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહ્યો છે. તેણે 2006માં નાગપુરમાં તેણે 104 રનની અણનમ ઈનિંગ રમી હતી. તે એક જ ટીમ વિરુદ્ધ કેરિયરની પ્રથમ અને અંતિમ સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે.

સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બન્યો

સાંગાકારાનો રેકોર્ડ તોડવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બન્યો. હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ચાર બેટ્સમેનો સચિન, પોન્ટિંગ, કાલિસ અને દ્રવિડ છે. ત્યારબાદ પાંચથી આઠમાં નંબર સુધી ડાબોડી બેટિંગ કરનાર બેટ્સમેન છે. કૂક પાંચમાં સ્થાને છે. ત્યારબાદ સાંગાકારા, લારા, ચંદ્રપોલ છે.

ઈગ્લેન્ડ તરફથી કુક અને રુટે મહત્વનું યોગદાન આપ્યું હતું

ઈંગ્લેન્ડે તેની બીજી પારી 423/8 રને ડિક્લેર કરી હતી. પહેલી પારીમાં તેમને 40 રનની લીડ મળી હતી. કુક અને જો રુટે ઈંગ્લેન્ડને મોટા સ્કોર સુધી પહોચાડવામાં મહત્વની ભુમિકા નીભાવી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી. શમી અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

India Vs England 5th test match 4th day at the Oval stadium
India Vs England 5th test match 4th day at the Oval stadium
India Vs England 5th test match 4th day at the Oval stadium
India Vs England 5th test match 4th day at the Oval stadium
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App