Ind Vs Eng: જાડેજાની લડાયક બેટિંગ, ભારત 292માં ઓલઆઉટ, ઈંગ્લેન્ડે 154ની લીડ મેળવી

India Vs England 5th test match 3rd day at the Oval stadium

સ્પોર્ટ્સ ડેસ્ક: પાંચમી ટેસ્ટના બીજા દિવસે પહેલી ઇનિંગમાં ભારતે છ વિકેટ ખોઈને 174 રન કરી લીધા છે. હનુમા વિહારી 25 અને રવીન્દ્ર જાડેજા 8 રન બનાવીને નોટઆઉટ રહ્યા. બેન સ્ટોક્સે રિષભ પંતને 5 રને અને કેપ્ટન વિરાટ કોહલીને 49 રન પર આઉટ કર્યા. આઉટ થતા પહેલા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 18 હજાર રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેમણે આ ઉપલબ્ધિ માત્ર 382 ઇનિંગ્સમાં હાંસલ કરી. આ મામલે તેમણે બ્રાયન લારા (411 ઇનિંગ્સ) અને સચિન તેંડુલકર (412 ઇનિંગ્સ)ને પાછળ છોડ્યા.

divyabhaskar.com

Sep 10, 2018, 01:32 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ટેસ્ટ સીરીઝમાં પાંચમી અને અંતિમ મેચમાં ભારતના રવીન્દ્ર જાડેજાની લડાયક અણનમ અડધી સદી (86) અને પોતાની પહેલી મેચ રમી રહેલા હનુમા વિહારીની અડધી સદી (56)ની મદદથી ભારત ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 292 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 40 રનની સરેસાઈ મળી છે. ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં 332 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમત પુરી થતા ઈંગ્લેન્ડે 2 વિકેટે 114 રન કરી 154 રનની સરેસાઈ મેળવી લીધી છે.ત્રીજા દિવસે ભારતે 6 વિકેટે 174 રનથી દિવસનો પ્રારંભ કર્યો હતો. હનુમા વિહારી અને જાડેજાએ શાનદાર બેટિંગ કરતા સાતમી વિકેટ માટે 77 રનની ભાગીદારી નોંધાવી હતી. વિહારીએ ડેબ્યુ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હતી. આ પછી તે 56 રન બનાવી મોઈન અલીનો શિકાર બન્યો હતો.

X
India Vs England 5th test match 3rd day at the Oval stadium
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી