ઇંગ્લેન્ડે છેલ્લી ત્રણ વિકેટે 151 રન જોડ્યા, એક સમયે 181/7નો સ્કોર હતો

ઇંગ્લેન્ડના પૂંછડિયા ખેલાડીઓ ફરી ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બન્યા

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:47 AM
India Vs England 5th test match 2nd day at the Oval stadium

લંડન: પાંચમી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડે 7 વિકેટના નુકસાને 203 રન બનાવી લીધા છે. જોસ બટલર 11 અને આદિસ રશીદ 9 રનની ભાગીદારી સાથે ક્રીઝ પર છે. આ પહેલા ભારતીય ટીમ માટે પહેલો દિવસ ઘણો સારો રહ્યો હતો. એક સમયે 133/1ના સ્કોર પર મજબૂત જોવા મળી રહેલી ઇંગ્લેન્ડની ટીમે દિવસ પૂરો થતાંમાં 181 રન પર 6 વિકેટ ખોઈ નાખી. કરિયરની છેલ્લી મેચ રમી રહેલા કુકે પહેલી ઇનિંગમાં સૌથી વધુ 71 રન બનાવ્યા. તેના ઉપરાંત મોઈન અલીએ પણ અડધી સદી ફટકારી. જ્યારે 3 વિકેટ લઇને ઇશાંત ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો. સીરીઝની પહેલી ટેસ્ટ રમી રહેલા રવીન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ ઝડપી.

લંડનઃ ટેસ્ટ શ્રેણીની અંતિમ અને પાંચમી મેચમાં ઇંગ્લેન્ડના પુછડીયા ક્રિકેટરોએ ભારતીય બોલરો માટે માથાનો દુખાવો બની ગયા. મેચમાં એક સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના ભોગે 181 રન હતો અને ત્યાર બાદ પહેલી ઇનીંગ 332 રન સુધી પહોચી. આમ ઇંગ્લેન્ડની છેલ્લી ત્રણ વિકેટે 151 રન જોડી દીધા.

જેમાં મુખ્ય ખેલાડી જોસ બટલર રહ્યો હતો. તેણે 133 બોલમાં 89 રનની મહત્વની ઇનીંગ રમી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, બુમરાહ-ઇશાંતે 3-3 વિકેટ ઝડપી હતી. તેના જવાબમાં ભારતની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતના 104 રનના સ્કોર પર ચાર મહત્વની વિકેટ પડી ગઇ હતી. લોકેશ 37 રન, ધવન 3 રન, પુજારા 37 રન ઇને રહાણે 0 રને આઉટ થઇ ગયો હતો. ઇંગ્લેન્ડના જેમ્સ એંડરસને 2 અને બ્રોડે 1 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે પહેલા દિવસનો સ્કોર 7 વિકેટે 198 રને આગળ વધારી હતી.

ધવનની વિકેટ લેતા સ્ટુઅર્ટ બ્રોડ રિચર્ડ હેડલીથી આગળ નીકળ્યો

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ નોંધાવી લીધો છે. તેણે ભારતના ઓપનર શિખર ધવનને આઉટ કરતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 432 વિકેટ ઝડપી લીધી છે. આ સાથે તેણે ન્યુઝીલેન્ડના રિચર્ડ હૈડલીના 431 રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. બ્રોડ 432 ટેસ્ટ વિકેટ સાથે છઠ્ઠા ક્રમે આવી ગયો છે. તેને કપિલ દેવના 434 વિકેટના રેકોર્ડ તોડવા માટે 3 વિકેટની જરૂર છે.

લોકેશ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ કેચ ઝડપનારો ખેલાડી

લોકેશ રાહુલે ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં 13 કેચ ઝડપ્યા છે. તે ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે. સ્ટુઅર્ટ બ્રોડનો કેચ ઝડપતાની સાથે જ તેણે સીરીઝમાં 13મો કેચ ઝડપ્યો હતો. આ પહેલા તેણે કિટન જેનિંગ્સનો કેચ પકડ્યો હતો.

મેચ જોવા પહોંચ્યો માલ્યા, ભારત પરત ફરવા પર આપ્યો આ જવાબ

ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને બ્રિટન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યા શુક્રવારે લંડનના ઓવલ મેદાનમાં યોજાયેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે આવી પહોંચ્યો હતો. લોકોએ સ્ટેડિયમ બહાર ચોર ચોરની બૂમો પાડી હતી. ક્રિકેટ સ્ટેડિયમ બહાર જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ ભારત પરત જશે તો તેણે કહ્યું કે, "જજ નિર્ણય લેશે."

X
India Vs England 5th test match 2nd day at the Oval stadium
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App