ઈંગ્લેન્ડે ઓવલ ટેસ્ટમાં ભારતને 118 રને હરાવી 4-1થી શ્રેણી જીતી, એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનારો ઝડપી બોલર

Divyabhaskar.com

Sep 11, 2018, 11:47 PM IST
વિજેતા ટ્રોફી સાથે ઈંગ્લેન્ડના કપ્તાન જો રુટ અને તેમના ટીમના ખેલાડી
વિજેતા ટ્રોફી સાથે ઈંગ્લેન્ડના કપ્તાન જો રુટ અને તેમના ટીમના ખેલાડી
આદિલ રશીદના બોલ પર રિશભ પંતે છગ્ગો મારી સદી પૂરી કરી હતી
આદિલ રશીદના બોલ પર રિશભ પંતે છગ્ગો મારી સદી પૂરી કરી હતી
India vs England 5th test final day
India vs England 5th test final day

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતનો બીજી ઈનિંગમાં સ્કોર 3 વિકેટના નુકસાને 62 રન થયા છે. રાહુલ 46 અને રહાણે 10 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતને જીત માટે 464 રન બનાવવાના છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 332 અને બીજી ઈનિંગમાં 423/8ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો.

લંડનઃ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતએ બીજા દાવમાં 10 વિકેટ માટે 345 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી 0 રને આઉટ થયો હતો. જસપ્રિત બુમરા 0 રને નોટઆઉટ રહ્યો હતો. ઈશાંત શર્મા 5 રને વિકેટકીપર જોની બેયરસ્ટો દ્વારા કેચ, સેમ કુરનની બોલ પર કેચ. કુરને રવીન્દ્ર જાડેજાને 13 રને એજ રીતે આઉટ કર્યો હતો. તે જ સમયે કેએલ રાહુલ 148 રન અને રીષભ પંત 114 રન, જેઓએ છઠ્ઠી વિકેટ માટે 204 રન ઉમેર્યા હતા, બંને પેવેલિયન પરત ફર્યા છે. આદિલ રશીદે બન્નેને આઉટ કર્યા હતા. રીષભ પંતે પોતાની કારકિર્દીનો પ્રથમ રન અને સદી બંન્ને સિક્સ મારીને કર્યો હતો. રાહુલે 149 રન કર્યા હતા અને આદિલ રશીદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે કારકિર્દીની પાંચમી ટેસ્ટ સદી ફટકારી હતી. આ સિરીઝમાં સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ઓપનર છે.


આ પહેલાં, ભારતે ત્રણ વિકેટે 58 રનના સ્કોરની રમતની શરૂઆત કરી હતી. રાહુલ અને અજિંક્ય રહાણેએ ચોથા વિકેટ માટે 118 રન ફટકાર્યા હતા. જ્યારે ટીમનો સ્કોર 120 હતો, રહાણે 37 રને મોઈન અલીના બોલ પર આઉટ થયો હતો. એક રન કર્યા પછી, હનુમા વિહારી બેન સ્ટોક્સના બોલ પર 0 રને આઉટ થઇ ગયો હતો. હનુમા વિહારીએ આ ટેસ્ટથી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પ્રથમ દાવમાં 56 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 332 રન અને બીજા દાવમાં 423/8 રનમાં ઇનીંગ ડિકલેર કરી હતી. પ્રથમ દાવમાં ભારતે 292 રન બનાવ્યા.

રિષભ-રાહુલે 110 બોલમાં 100 રનની ભાગીદારી કરી


કેએલ રાહુલ અને રિષભ પંતે છઠ્ઠી વિકેટ માટે 109 બોલમાં 100 રનની ભાગીદારી કરી. ભારતની પાંચમી વિકેટ 36.4 ઓવરમાં પડી હતી. ત્યારે ભારતનો સ્કોર 121 રન હતો. ભારતે 55 ઓવરમાં 221 રન બનાવ્યાં.

રાહુલે લગભગ 2 વર્ષ પછી મારી સેન્ચુરી


કેએલ રાહુલે 20 મહિના અને 28 ઈનિંગ પછી ટેસ્ટમાં સેન્ચુરી મારી છે. તેને છેલ્લે ડિસેમ્બર 2016માં સેન્ચુરી લગાવી હતી. ત્યારે તેને ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 199 રનની ઈનિંગ રમી હતી. રાહુલ ટેસ્ટ સીરીઝમાં 50થી વધુ રન બનાવનાર પહેલો ભારતીય ઓપનર છે.

ગોલ્ડન ડક પર આઉટ થયાં હતા કોહલી


છેલ્લાં સાત વર્ષમાં આ ત્રીજી એવી ઘટના છે જ્યારે કોહલી ગોલ્ડન ડન એટલે કે પહેલાં જ બોલે આઉટ થયો હોય. કોહલી 2011માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને 2014માં ઈંગ્લેન્ડના લોર્ડસ ટેસ્ટમાં પહેલા જ બોલે આઉટ થયો હતો.

X
વિજેતા ટ્રોફી સાથે ઈંગ્લેન્ડના કપ્તાન જો રુટ અને તેમના ટીમના ખેલાડીવિજેતા ટ્રોફી સાથે ઈંગ્લેન્ડના કપ્તાન જો રુટ અને તેમના ટીમના ખેલાડી
આદિલ રશીદના બોલ પર રિશભ પંતે છગ્ગો મારી સદી પૂરી કરી હતીઆદિલ રશીદના બોલ પર રિશભ પંતે છગ્ગો મારી સદી પૂરી કરી હતી
India vs England 5th test final day
India vs England 5th test final day
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી