Home » Sports » Champions League T20 » Latest News » India vs Australia Test Series: First Match, Live, News And Updates

એડીલેડ ટેસ્ટ/પહેલા દિવસે ભારત 250/9, પુજારાની 16મી સદી

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 02:38 PM

પુજારાએ 5000રન પુરા કર્યા

 • India vs Australia Test Series: First Match, Live, News And Updates


  - ટેસ્ટમેચના પહેલા દિવસે પુજારાનું પ્રદર્શન, 16મી સદી ફટકારી, 5000 રન પુરા કર્યા

  - કેપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો

  - ભારતના 250 રન સાથે આજનો દિવસ પુરો થયો

  એડિલેડ: ભારતે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 વિકેટ ગુમાવી 250 બનાવ્યા છે. ચેતેશ્વર પૂજારા (123) બનાવીને રમતમાંથી બહાર થયો હતો . આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે નબળી શરૂઆતને લીધે કપ્તાનનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.


  ટીમ ઈન્ડિયાની ખરાબ શરુઆત


  પહેલી વિકેટઃ ટીમનો સ્કોર જ્યારે 3 રન હતો, ત્યારે લોકેશ રાહુલને જોશ હેજલવુડે ફક્ત 2 રને જ આઉટ કર્યો હતો.

  બીજી વિકેટઃ ટીમના ખાતામાં હજુ 12 રન થયા અને બીજા ઓપનર મુરલી વિજયે પણ પેવેલિયનની વાટ પકડી. તેને મિશેલ સ્ટોકે શિકાર બનાવ્યો. 11 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેને તેની વિકેટ લીધી હતી.

  ત્રીજી વિકેટઃ વિજયની વિદાય પછી કોહલી ક્રિઝ પર આવ્યો. ભારતીય ઇનિંગને સ્થિરતા આપવા માટે કોહલી પર ઊંચો મદાર હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યો. માત્ર 16 બોલ રમીને 19 રને તે ઉસ્માન ખ્વાજાના યાદગાર કેચને લીધે આઉટ થયો હતો.

  ચોથી વિકેટઃ કોહલી પછી અંજિક્ય રહાણેએ ચેતેશ્વર પુજારા સાથે મળીને 22 રન બનાવ્યા હતા. જો કે, આ જોડી જામે એ પહેલાં રહાણે 13 રને આઉટ થય હતા. હેજલવુડના ગુડલેન્બાથ લ પર પીટર હેન્ડ્સકોમ્બે તેનો કેચ ઝડપ્યો હતો.

  પાંચમી વિકેટઃ ચાર વિકેટ પડ્યા પછી રોહિત શર્મા મેદાનમાં આવ્યો હતો. રોહિત-પુજારાની જોડીએ 45 રન કર્યા ત્યારે એવું લાગતું હતું કે બંને સ્ટાયલિશ બેટ્સમેન ભારતીય ઈનિંગને મોટો સ્કોર ખડકવામાં મદદરૂપ થશે. પરંતુ ત્યાં જ સિક્સર મારવાની ફિરાકમાં અંગત 37 રનના સ્કોર પર રોહિત નાથન લિયોનની બોલિંગમાં હેરિસને કેચ આપી બેઠો હતો.

  છઠ્ઠી વિકેટઃ મામૂલી સ્કોર પર અડધી ટીમ પેવેલિયન ભેગી થયા પછી ઋષભ પંત અને પુજારા પર જવાબદારી આવી હતી. પરંતુ ઋષભ પોતાની જવાબદારી નિભાવવમાં નિષ્ફળ નિવડ્યો હતો. 38 બોલમાં 25 રન કરીને તે લિયોનની બોલિંગમાં પેનના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે ટીમનો સ્કોર હતો 127/6.

  સાતમી વિકેટઃ ટેસ્ટ ક્રિકેટના નિપૂણ ખેલાડી તરીકે હવે સઘળો દારોમદાર પૂજારા પર નિર્ભર હતો પરંતુ સામા છેડે વિકેટ ટપોટપ ખરતી જતી હતી. પંત પછી પૂજારાને સાથ આપવા જોડાયેલ અશ્વિન પણ અંગત 25 રનના સ્કોરે આઉટ થતાં ઈશાન્ત શર્મા મેદાનમાં આવ્યો હતો.

  ઉસ્માન ખ્વાજાએ કર્યો વિરાટને આઉટ

  ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 3 રન બનાવીને આઉટ થયા છે. વિરાટે જ્યારે 10મી ઓવરનો ત્રીજો બોલ ફટકાર્યો તો લાગ્યું કે બોલ બાઉન્ડ્રી પાર કરી દેશે, પરંતુ ખ્વાજાએ ડાબી બાજુ છલાંગ લગાવીને બોલને કેચ કરી કોહલીને આઉટ કર્યો હતો.

  દ્રવિડને પાછળ રાખવાથી ચુક્યા કોહલી

  કોહલી આ મેચમાં રાહુલ દ્રવિડને પાછડ મૂકવાનું ચુક્યા છે. તેમણે એડિલેડમાં અત્યાર સુધી 397 રન બનાવ્યાં છે. તે આ મેદાન પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનમાં બીજા ક્રમે છે. પહેલા ક્રમે દ્રવિડ છે. જેમણે અહીં ચાર ટેસ્ટમાં 401 રન બનાવ્યાં હતા. જો વિરાટ આ મેચમાં 8 રન બનાવી લે તો દ્રવિડને પણ પાછળ મૂકી શકે છે. જો કે કોહલીની બીજા રાઉન્ડની બેટિંગ હજૂ બાકી છે. એડિલેડમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન વિજય હજારે છે. તેમણે અહીં એક જ ટેસ્ટમાં 261 રન બનાવ્યાં છે.


  લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન

  જોશ હેજલવુડના બોલ પર લોકેશ રાહુલે ત્રીજી સ્લિપમાં એરોન ફિંચને કેચ પકડાવી દીધો હતો. તેઓ 8 બોલમાં ફક્ત 2 જ રન બનાવી શક્યા હતા. જેઓ છેલ્લા ત્રણ ટેસ્ટમાં પણ 35થી વધુ સ્કોર નથી બનાવી શક્યા. તેમણે છેલ્લા બે ટેસ્ટમાં કુલ 37 રન બનાવ્યા હતા.

  ઓસ્ટ્રેલિયામાં 1000 રનથી પાંચ રન દુર વિરાટ

  વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં 1000 પુરા કરવા માટે પાંચ રન જ દુર છે. ભારતીય બેટ્સમેનોમાં અત્યાર સુધી રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર જ ઓસ્ટ્રલિયામાં 1000થી વધુ રન બનાવી શક્યા છે. આ ક્રમમાં સચિન 1809 રન સાથે સૌથી આગળ છે. લક્ષ્મણના નામે 1236 રન અને દ્રવિડના નામે 1143 રન છે. વિરાટના ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટમાં 995 રન છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટસ જીત્યા પછી, ' હનુમા વિહારી સારા બેટ્સમેન છે, પરંતુ તેમણે બહાર બેસવું પડશે' સાથે જ ઓસ્ટ્રિલયાના કેપ્ટન ટીમ પેને કહ્યું કે, તેમની ટીમ ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે

  India vs Australia ટીમ

  ભારતઃ વિરાટ કોહલી(કેપ્ટન), કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ

  ઓસ્ટ્રલિયાઃ ટિમ પેન (કેપ્ટન અને વિકેટકીપર), એરોન ફિંચ, માક્સ હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડસકોમ્બ, ટ્રૈવિસ હેડ, મિશેલ સ્ટોર્ક, પૈટ કમિંસ, નોથન લિયાન, જોશ હેજલુવડ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ