IND vs AUS Day 3: કોહલીએ બ્રેડમેનના ઘરઆંગણે જ તેમનાથી ઝડપી 1000 રન બનાવ્યા

બ્રેડમેને 10 ટેસ્ટમેચમાં 1000 રન બનાવ્યા હતા જે કોહલીએ 9 મેચમાં બનાવી લીધા

divyabhaskar.com | Updated - Dec 08, 2018, 06:15 PM
India vs australia live 1st test day 3 match adelaide News and updates

 

એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પહેલી સીરીઝ એડિલેડમાં રમાઈ રહી છે. પહેલી ઇનિંગના ભારતના 250 રનના સ્કોર સામે ઓસ્ટ્રેલિયા 235 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ત્રીજા દિવસના અંતે ભારતે 61 ઓવરમાં 3 વિકેટે 151 રન બનાવ્યા છે. આમ ભારત ઓસ્ટ્રેલિયા કરતાં 166 રન આગળ છે. કોહલીએ આ મેચમાં રમીને અમુક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ 1000 રનના આંકડા-વિરાટ Vs બ્રેડમેન

વિરાટ કોહલી- ટેસ્ટ 9, ઇંનિંગ્સ 18, રન 1029, સરેરાશ 57.16, સદી 5, અર્ધસદી 2

બ્રેડમેન- ટેસ્ટ 10, ઇંનિંગ્સ 15, રન 1141, સરેરાશ 81.5, સદી 5, અર્ધસદી 2

- તે સિવાય ભારતનો તે પહેલો કપ્તાન છે જેણે ભારત અને વિદેશની ધરતી પર 2000 રન બનાવ્યા હોય. કોઇ કેપ્ટને પહેલા ભારતમાં 2000 કે વધુ અને સાથે વિદેશમાં 2000 કે વધુ રન બનાવ્યા હોય તેવુ બન્યું નથી. કોઇના વિદેશમાં 2000થી વધુ હોય તો દેશમાં ન હોય અને દેશમાં હોય તો વિદેશમાં ન હોય એવુ બને.

- આ રીતે તે વિશ્વમાં પાંચમો કેપ્ટન બન્યો છે જેણે દેશ અને વિદેશમાં 2000 રન પૂરા કર્યા હોય. આ પહેલા -ગ્રીમ સ્મીથ-દ. આફ્રિકા, રિકી પોંટીગ- ઓસ્ટ્રેલિયા, એલન બોર્ડર- ઓસ્ટ્રેલિયા, અને એલિસ્ટર કુક- ઇંગ્લેન્ડ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

X
India vs australia live 1st test day 3 match adelaide News and updates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App