Home » Sports » Champions League T20 » Latest News » India vs australia live 1st test day 2 match adelaide News and updates

IND vs AUS: બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 191/7, હજુ 59 રન પાછળ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:54 PM

પૃથ્વી શોની પગની ઈજામાં થોડો સુધારો, પરંતુ બીજી ટેસ્ટમેચ રમવી મુશ્કેલ

  • India vs australia live 1st test day 2 match adelaide News and updates
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    • ઈશાંત શર્માએ પોતાની પહેલી ઓવરની ત્રીજી બોલમાં એરોન ફિંચની વિકેટ લીધી
    • પોતાનો પહેલો ટેસ્ટ ખેલી રહેલાં માકર્સ હેરિસ 26 રન બનાવીને રવિચંદ્રન અશ્વિનની બોલ પર આઉટ થયો
    • ભારતની પહેલી ઈનિંગ 250 રન પર ઓલઆઉટ, બીજા દિવસે પહેલી જ બોલમાં શમી પેવેલિયન પરત

    એડિલેડ: એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા પર પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમત પૂર્ણ થતાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યાં છે. જ્યારે કે ભારતનો સ્કોર 250 રન છે. એટલે કે ઓસ્ટ્રેલિયા હજુ 59 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 61 રન બનાવ્યાં. તો ભારત તરફથી અશ્વિને 3 વિકેટ જ્યારે ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી.

    ઓસ્ટ્રેલિયાની વિકેટ

    - ફિંચને ઈશાંત શર્માએ 0 રનમાં બોલ્ડ કર્યો હતો
    - હેરિસની વિકેટ અશ્વિને લીધી હતી. હેરિસ 26 રને વિજયના હાથે કેચ આઉટ થયો હતો
    - ખ્વાજા પણ અશ્વિનનો શિકાર બન્યો હતો. ખ્વાજા 28 રને પંતને કેચ આપી બેઠો હતો
    - માર્સને પણ અશ્વિને જ ક્લીન બોલ્ડ કર્યો.

    - હેન્ડ્સકોમ્બ બુમરાહની ઓવરમાં 34 રને પંતના હાથે કેચઆઉટ થયો

    - કેપ્ટન પેન માત્ર 5 રન બનાવીને ઈશાંત શર્માનો શિકાર બન્યો. પેન પંતના હાથે કેચ આઉટ થયો.

    - કમિન્સ 10 રને બુમરાહની ઓવરમાં LBW આઉટ થયો.

    ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત


    - ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ અને માકર્સ હેરિસે ઈનિંગની શરૂઆત કરી. હેરિસની આ પહેલી ટેસ્ટ છે. ભારત તરફથી ઈશાંત શર્માએ બોલિંગની કમાન સંભળી. તેને પોતાના ત્રીજા જ બોલમાં ફિંચને ક્લીન બોલ્ડ કરી દીધો. ઈશાંતે આ ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.

    હેઝલવુડનો શિકાર બન્યો શમી


    - પહેલાં દિવસે ભારતે 87.5 ઓવરમાં 9 વિકેટના નુકશાને 250 રન બનાવ્યાં હતા. ચેતેશ્વવર પુજારા છેલ્લી વિકેટ તરીકે રન આઉટ થયો હતો. પુજારા આઉટ થતાંની સાતે જ અંપાયર્સે સ્ટમ્પંસની જાહેરાત કરી હતી.
    - બીજા દિવસે હેઝલવુડ પોતાની ઓવરની છેલ્લી બોલ ફેંકવા આવ્યો અને શમીને કેપ્ટન ટિમ પેનના હાથે કેચઆઉટ કરાવી દીધો. આ સાથે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 250 રને પૂરી થઈ હતી.

    પુજારાએ 89 રન પછી 188.88ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યાં


    - પહેલાં દિવસે ચેતેશ્વર પુજારાએ 123 રનની શાનદાર ઈનિંગ રમી. તેને 246 બોલનો સામનો કર્યો હતો. પુજારાએ 89 રન બનાવવા માટે 228 બોલ રમ્યો, આ દરમિયાન તેને પાંચ ચોગ્ગા લગાવ્યાં. તો છેલ્લાં 34 રન બનાવવા માટે તેને માત્ર 18 બોલ જ રમ્યો અને 2 ચોગ્ગા અને 2 છગ્ગા પણ લગાવ્યાં. તે છેલ્લા બોલે રન આઉટ થયો હતો.

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • India vs australia live 1st test day 2 match adelaide News and updates
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • India vs australia live 1st test day 2 match adelaide News and updates
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • India vs australia live 1st test day 2 match adelaide News and updates
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ