એએફસી એશિયન કપ / ભારતનો આજે યુએઈ સામે મુકાબલો, ટુર્નામેન્ટમાં પહેલી વખત તેમની સામે જીત મેળવવા પર નજર

India takes on UAE in todays asian cup encounter
X
India takes on UAE in todays asian cup encounter

  • મેચનું પ્રસારણ ભારતીય સમયાનુસાર રાત્રે 9:30 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર શરૂ થશે 
  • છેલ્લા 55 વર્ષથી ભારત ટુર્નામેન્ટમાં સતત બે મેચ જીતી શક્યું નથી 
  • ફિફા રેન્કિંગમાં યુએઈ ભારત કરતા 18 સ્થાન આગળ છે 

divyabhaskar.com

Jan 10, 2019, 03:05 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: એએફસી એશિયન કપના ગ્રુપ સ્ટેજમાં  અબુ ધાબીના જાયદ સ્ટેડિયમ ખાતે ભારતનો યુએઈથી મુકાબલો થશે. ભારતે થાઈલેન્ડ સામેની પહેલી મેચ 4-1થી જીતી હતી. તે મેચ જીતીને ભારતે 3 અંક મેળવ્યા હતા. તે અત્યારે ગ્રુપમાં નંબર 1 પર છે. 

 

ભારત આ ટુર્નામેન્ટમાં 1964થી ભાગ લઈ રહ્યું છે. આ દરમિયાન યુએઈ સામેના ચારેય મુકાબલા ભારત હારી ગયું છે. તેવામાં ફોર્મમાં ચાલતી ભારતીય ટીમની નજર યુએઈ સામે પ્રથમ વખત જીત મેળવવાની રહેશે. તેમજ જો ભારત યુએઈ સામેની મેચ જીતે તો ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત સતત બે મેચ જીતશે. 

મેચ ડ્રો થાય તો પણ ભારત નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે

1.ગ્રુપ સ્ટેજમાં ભારતે યુએઈ બાદ બેહરીન સામે પણ રમવાનું છે. ભારત જો યુએઈ અને બેહરીન સામેની મેચ ડ્રો કરી લે તો પણ નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી જશે. બીજી તરફ હોસ્ટ યુએઈ માટે મેચ જીતવી જરૂરી છે. તેની બેહરીન સામેની મેચ ડ્રો રહી હતી. તેનો અત્યારે એક જ પોઇન્ટ છે.
ફિફા રેન્કિંગમાં યુએઈ ભારત કરતા 18 સ્થાન આગળ છે
2.ભારતની યુએઈ સામેની જીત એટલે પણ મહત્વની થઇ જાય છે કારણકે ભારત અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં 97માં સ્થાને છે. જયારે યુએઈ 79માં સ્થાને છે. ભારતના ગ્રુપમાં યુએઈ સૌથી ઉંચો રેન્ક ધરાવતી ટીમ છે. તેથી એક મજબૂત ટીમ સામે ભારતના મિડફિલ્ડએ સારું પ્રદર્શન કરવું પડશે.
ભારતીય ડિફેન્ડર્સે સતર્ક રેહવું પડશે
3.ભારતના ડિફેન્ડર્સે ખાસ ધ્યાન રાખવું પડશે. 2015માં એશિયન પ્લેયર ઓફ ધ યર જીતેલા અહમદ ખલીલ અને અલી મબખાઉત જેવા ખેલાડીઓ મુશ્કેલી સર્જી શકે છે. આ દિગ્ગ્જ્જો ગોલ કરવામાં માહેર છે. અલી મબખાઉતને યુએઈ તરફથી સૌથી વધુ ગોલ કરવાના ખિતાબથી સાત ગોલ દૂર છે.
યુએઈને ઓમર અબ્દુલરહેમાનની ખોટ સાલી શકે છે
4.યુએઈની ટીમને ઈજાગ્રસ્ત ઓમર અબ્દુલરહેમાનની ખોટ સાલી શકે છે. ઓમરને એશિયાનો સૌથી સારા ખેલાડી તરીકે માનવામાં આવે છે. જોકે આલ્બર્ટો જાંચેરોની ટીમ ઓમર વગર પણ ઘણી મજબૂત છે. તેથી ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહે સાવધાન રહેવું પડશે.
ભારતીય સ્ટ્રાઈકર્સ પાસેથી વધુ એક વખત સારા પ્રદર્શનની આશા
5.

ભારતે સ્ટ્રાઈકર્સના દમ પર થાઈલેન્ડ સામે મેચ જીતી હતી. સુનિલ છેત્રીએ બે, જેજે લાલપેખલુંવા અને અનિરુદ્ધ થાપાએ એક-એક ગોલ કર્યો હતો. આશિક કુરુનિયન કોઈ ગોલ કરી શક્યો ન હતો પરંતુ તેણે છેત્રી અને અન્ય પાસે વધુ સમય બોલ રહે તે રીતે રમ્યો હતો. તેની પાસેથી ફરી એક વખત આવા પ્રદર્શનની આશા રહેશે.

 

 

અમારા માટે આ અન્ય એક મુકાબલો છે: ભારતીય કોચ કાન્સ્ટેનટાઇન
6.યુએઈ સામેના મુકાબલા વિશે ભારતીય કોચ કાન્સ્ટેનટાઇને કહ્યું કે,"અમારી ટીમ ઘણી યુવા છે. તેથી આ મુકાબલામાં ઉત્સાહિત છે. હોસ્ટ ટીમ સાથેનો મેચ અલગ રહેશે કારણકે તે એક મજબૂત ટીમ છે. પરંતુ મારા છોકરાઓ માટે યુએઈ એમના રસ્તામાં ઉભી બીજી એક ટીમ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી