ન્યુઝીલેન્ડ ટુર / ગોલ્ડન સમરમાં ભારત પાસે વધુ એક ટ્રોફી પોતાના નામે કરવાની તક

divyabhaskar.com | Updated - Feb 09, 2019, 05:07 PM
India New Zealand third t20i preview

  • ત્રણ ટી-20ની સિરીઝ 1-1ની બરોબરી પર 
  • મેચનું પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 12:30 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર શરૂ થશે


સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે હેમિલ્ટન ખાતે નિર્ણાયક ટી-20 મુકાબલો રમાશે. 3 મેચની સિરીઝ 1-1ની બરોબરી પર છે અને ભારતીય ટીમ જે નવેમ્બર મહિનાથી ટુર પર છે તે વધુ એક ટ્રોફી જીતવા માટે મક્કમ હશે. ભારત આ છેલ્લી વિદેશયાત્રામાં બધી સિરીઝ જીત્યું છે, સિવાય કે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ જે વરસાદના લીધે 1-1ના રિઝલ્ટ સાથે ડ્રો થઇ હતી. ભારત સિરીઝ જીતવા માટે પોતાની શ્રેષ્ઠ ટીમ મેદાને ઉતારશે, જયારે ન્યુઝીલેન્ડ પણ વનડે સિરીઝની હારનો બદલો લેવા કૃતનિશ્ચય સાથે મેદાને ઉતરશે.

આ ખેલાડીઓ ઉપર નજર રહેશે

વિજય શંકર
વિજય શંકરે પહેલી બે ટી-20માં બોલિંગ કરી ન હતી. તેનું પ્રોમિસિંગ ટેલેન્ટ જોતા ક્રિકેટ રસિકોમાં ચર્ચા છે કે શું તે ભારતના વર્લ્ડકપ સ્ક્વોડમાં સરપ્રાઈઝ એન્ટ્રી હશે? વિજય માટે આ મેચ મહત્વની બની રહેશે કારણકે આવતા વર્ષનો ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં છે અને જો ટીમ મેનેજમેન્ટ એને પાર્ટ ટાઈમ બોલરના વિકલ્પ તરીકે જોતી હોય તો તેણે કરેલા 27 અને 14 રન ટીમમાં કાયમી સ્થાન માટે પૂરતા નથી. વિરાટની ગેરહાજરીમાં તેને ફરી એક વખત ચોથા નંબરે પોતાને પુરવાર કરવાની તક છે.

કોલીન મુનરો
કિવિઝે મુનરોને બાંગ્લાદેશ સામેની પહેલી બે વનડેમાંથી ડ્રોપ કર્યો છે. માર્ટિન ગુપ્ટિલ ફિટ થઇ જતા , વર્તમાન ફોર્મ ઉપર તેના માટે વર્લ્ડકપમાં સ્થાન મેળવું પણ અઘરું સાબિત થશે. તે જોતા આવતીકાલની મેચ મુનરોની કરિયર માટે મહત્વની સાબિત થઇ શકે છે. તેની પાસે પોતાને પુરવાર કરી વનડે ટીમમાં ફરી સ્થાન મેળવવાની સુવર્ણ તક છે.

પીચ રિપોર્ટ
હેમિલ્ટન ખાતે આની પહેલા ફેબ્રુઆરી 2018માં રમાયેલી ઇંગ્લેન્ડ અને કિવિઝ વચ્ચેની ટી-20માં કુલ 386 રન નોંધાયા હતા. તે મેચમાં મુનરોએ 18 બોલમાં અર્ધસદી ફટકારી હતી. આ ગ્રાઉન્ડ ઈડન પાર્ક કરતા નાનું છે પરંતુ ફ્લેટ પીચ અને ફાસ્ટ આઉટફિલ્ડના લીધે આ મેચ રનનો મેળો પુરવાર થાય તેવી સંભાવના છે.

ટીમ ન્યુઝ

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર સ્કોટ કુંગલેઇએ આ સિરીઝની બે મેચમાં 5.5 ઓવરમાં 66 રન આપ્યા છે અને કિવિઝ તેની જગ્યાએ ઓલરાઉન્ડર જેમ્સ નીશમને રમાડી શકે છે. નીશમના આગમનથી તેમની બેટિંગ લાઈન-અપ પણ મજબૂત થશે. તે સિવાય કિવિઝ માટે બ્લેર ટીકનર પોતાનું ડેબ્યુ કરે તેવી સંભાવના છે. તે લોકી ફર્ગ્યુસનની જગ્યાએ રમી શકે છે જેને છેલ્લી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડની સંભવિત ટીમ: ટિમ સેઈફર્ટ ( વિકેટકીપર), કોલીન મુનરો, કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ડેરેલ મિશેલ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, બ્લેક ટીકનર

કૃણાલ પંડ્યાએ ગઈ મેચમાં 3 વિકેટ ઝડપી હતી અને તે આઠમા નંબરે ભારતની બેટિંગને મજબૂત કરે છે. તેવામાં જો ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવને રમાડવા ઇચ્છતા હોય તો તેઓ તેને ટીમમાં દિનેશ કાર્તિકની જગ્યાએ સ્થાન આપે તેવું બની શકે છે.

ભારતની સંભવિત ટીમ: રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, યૂઝવેન્દ્રે ચહલ

X
India New Zealand third t20i preview
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App