ત્રીજી ટી-20 / કાર્તિક-કૃણાલે છેલ્લી 3 ઓવરમાં 43 રન કર્યા છતાં કિવિઝમાં ભારત ઐતિહાસિક જીતથી 4 રન દૂર રહ્યું

India New Zealand fourth t20 live
મુનરોએ 40 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
મુનરોએ 40 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
કોલીન મુનરોએ 28 બોલમાં અર્ધસદી ફટકારી હતી.
કોલીન મુનરોએ 28 બોલમાં અર્ધસદી ફટકારી હતી.
સેઈફર્ટે 25 બોલમાં 43 રન કરી કિવિઝને શાનદાર શરૂઆત અપાવી હતી.
સેઈફર્ટે 25 બોલમાં 43 રન કરી કિવિઝને શાનદાર શરૂઆત અપાવી હતી.
કિવિઝ માટે બ્લેર ટીકનર ડેબ્યુ કરી રહ્યો છે.
કિવિઝ માટે બ્લેર ટીકનર ડેબ્યુ કરી રહ્યો છે.
ભારતીય કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી.
ભારતીય કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી.

  • ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 212 રન કર્યા હતા 
  • ભારતીય ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 208 રન જ કરી શક્યું હતું
  • કિવિઝે ત્રણ મેચની સિરીઝ 2-1 થી જીતી
  • 40 બોલમાં 72 રન ફટકારનાર કોલીન મુનરો મેન ઓફ ધ મેચ બન્યો હતો
  • ત્રણ મેચમાં 139 રન ફટકારનાર ટિમ સેઈફર્ટ મેન ઓફ ધ સિરીઝ બન્યો
  • રોહિત શર્માની કપ્તાનીમાં ભારત પહેલી વાર સિરીઝ હાર્યું

divyabhaskar.com

Feb 10, 2019, 05:11 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 213 રનનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 208 રન જ કરી શક્યું હતું. ભારતને છેલ્લી 3 ઓવરમાં 48 રન જોતા હતા અને મેચ ગુમાવી દીધી હોય તેમ જણાતું હતું. જોકે દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાએ લડત આપતા મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી હતી. તેમણે છેલ્લી 3 ઓવરમાં 43 રન જોડ્યા હતા. કાર્તિકે 16 બોલમાં 33 અને કૃણાલે 13 બોલમાં 26 રન કર્યા હતા. તે પહેલા ભારત માટે વિજય શંકરે 43, રોહિત શર્માએ 38 અને ઋષભ પંતે 28 રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ માટે મિશેલ સેન્ટનર અને ડેરેલ મિશેલે 2-2 વિકેટ લીધી હતી. 40 બોલમાં 72 રન કરનાર કોલીન મુનરો મેન ઓફ ધ મેચ બન્યો હતો. જયારે ત્રણ મેચમાં 139 રન કરનાર વિકેટકીપર ટિમ સેઈફર્ટ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.

ભારતે 11 થી 15 ઓવર દરમિયાન લય ગુમાવી
213 રન ચેઝ કરતા ભારતે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 108 રન કર્યા હતા. જોકે તે પછીની 5 ઓવરમાં ભારતીય ટીમ માત્ર 37 રન કરી શક્યું હતુ અને ઋષભ પંત, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવી હતી. આમ છેલ્લી 5 ઓવર માટે ક્રિઝ ઉપર કોઈ સેટ બેટ્સમેન રહ્યું ન હતું અને ભારતે તે દરમિયાન લયની સાથે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત ટી-20 સિરીઝ જીતવાની તક પણ ગુમાવી હતી.

ભારતે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 145 રન કર્યા

213 રનનો પીછો કરતા ભારતે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 145 રન કર્યા છે. એમએસ ધોની 2 રને અને દિનેશ કાર્તિક 0 રને રમી રહ્યા છે. ઋષભ પંત 12 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો. તે બ્લેક ટીકનરનો શિકાર બન્યો હતો. રોહિત શર્મા ડેરેલ મિશેલની બોલિંગમાં વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 38 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા 11 બોલમાં 21 રન કરીને આઉટ થયો હતો.

ભારતે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 108 રન કર્યા

213 રનનો પીછો કરતા ભારતે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 108 રન કર્યા છે. રોહિત શર્મા 29 રને અનેઋષભ પંત 23 રને રમી રહ્યા છે. વિજય શંકર સેન્ટનરની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર કેચ આઉટ થયો હતો. તેણે 28 બોલમાં 43 રન કર્યા હતા.

ભારતે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન કર્યા

213 રનનો પીછો કરતા ભારતે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 49 રન કર્યા છે. રોહિત શર્મા 19 રને અને વિજય શંકર 19 રને રમી રહ્યા છે. શિખર ધવન 4 બોલમાં 5 રન કરીને સેન્ટનરનો શિકાર બન્યો હતો.

નંબર ગેમ:

* દિનેશ કાર્તિકે મેચના છેલ્લા બોલે આ સિરીઝની 56મી સિક્સ ફટકારી હતી. આ એક બાઈલેટરલ સિરીઝમાં સૌથી વધુ સિક્સનો નવો રેકોર્ડ છે. આ પહેલાનો રેકોર્ડ 2017માં અફઘાનિસ્તાન- આયર્લેન્ડ વચ્ચેની સિરીઝમાં 55 સિક્સનો હતો.

* 3 મેચની ટી-20 સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ:
1121 - સાઉથઆફ્રિકા- વેસ્ટ ઇન્ડિઝ , 2015
1098 - ન્યુઝીલેન્ડ- ભારત, 2019

*બીજી વખત કોઈ ટીમે ભારત સામે એક જ સિરીઝમાં બે વાર 200+થી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા શ્રીલંકાએ ભારત સામે 2009માં બે વાર 200 થી વધુનો સ્કોર કર્યો હતો.

*ભારતનો ટી-20માં હાઈએસ્ટ સફળ ચેઝ - 211/4 વિરુદ્ધ શ્રીલંકા, મોહાલી, ડિસેમ્બર 2009

* નવમી વખત ભારત સામે પહેલી બેટિંગ કરતા કોઈ ટીમે 200થી વધુનો સ્કોર કર્યો હતો. ભારતે આ પહેલા 8માંથી 5 વાર ચેઝ કરતા હારનો સ્વાદ ચાખ્યો હતો.

*ન્યુઝીલેન્ડને આજે ટી-20માં ભારત સામે બીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો અને હેમિલ્ટન ખાતે ટી-20માં તેમનો સર્વાધિક સ્કોર હતો

કિવિઝે પ્રથમ દાવમાં 212 રન કર્યા

કિવિઝે પ્રથમ દાવમાં 20 ઓવરના અંતે વિકેટ ગુમાવી રન કર્યા છે. કિવિઝ માટે ઓપનર કોલીન મુનરો અને ટિમ સેઈફર્ટે 7.4 ઓવરમાં 80 રનની ઓપનિંગ ભાગીદારી કરી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. મુનરોએ 40 બોલમાં 72 રન, જયારે સેઈફર્ટે 25 બોલમાં 43 રન કર્યા હતા. તે સિવાય કોલીન ડી ગ્રાન્ડહોમે 16 બોલમાં 30 રનનું યોગદાન આપી રનરેટને નીચે જવા દીધી ન હતી. ભારત માટે કુલદીપ યાદવે 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદે 1-1 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડમાં પ્રથમ વાર ટી-20 સિરીઝ જીતવા ભારતને 213 રનની જરૂર છે.

કિવિઝે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 151 રન કર્યા છે.

કિવિઝે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 151 રન કર્યા છે. કોલીન ડી ગ્રાન્ડહોમ 3 રને અને ડેરેલ મિશેલ 1 રને રમી રહ્યા છે. મુનરોએ 28 બોલમાં પોતાની 9મી ટી-20 ફિફટી પૂરી કરી હતી. મુનરો કુલદીપની બોલિંગમાં હાર્દિકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 40 બોલમાં 6 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 72 રન કર્યા હતા. વિલિયમ્સન 21 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો.

કિવિઝે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 96 રન કર્યા

કિવિઝે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 96 રન કર્યા છે. કોલીન મુનરો 46 રને અને કેન વિલિયમ્સન 6 રને રમી રહ્યા છે. સેઈફર્ટ કુલદીપની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 43 રન કર્યા હતા.

કિવિઝે પ્રથમ 5 ઓવરમાં 46 રન કર્યા

કિવિઝે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 46 રન કર્યા છે. ટિમ સેઈફર્ટ 27 રને અને કોલીન મુનરો 18 રને રમી રહ્યા છે.

ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં હેમિલ્ટના સેદોન પાર્ક ખાતે ભારતના કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. ભારતીય ટીમમાં યૂઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ થયો છે, જયારે કિવિઝ માટે બ્લેર ટીકનર ડેબ્યુ કરશે. ટીકનરને ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. એમએસ ધોની આજે 300 ટી-20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ

ન્યુઝીલેન્ડની ટીમ: ટિમ સેઈફર્ટ ( વિકેટકીપર), કોલીન મુનરો, કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ડેરેલ મિશેલ, સ્કોટ કુંગલેઇન, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, બ્લેક ટીકનર

X
India New Zealand fourth t20 live
મુનરોએ 40 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.મુનરોએ 40 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
કોલીન મુનરોએ 28 બોલમાં અર્ધસદી ફટકારી હતી.કોલીન મુનરોએ 28 બોલમાં અર્ધસદી ફટકારી હતી.
સેઈફર્ટે 25 બોલમાં 43 રન કરી કિવિઝને શાનદાર શરૂઆત અપાવી હતી.સેઈફર્ટે 25 બોલમાં 43 રન કરી કિવિઝને શાનદાર શરૂઆત અપાવી હતી.
કિવિઝ માટે બ્લેર ટીકનર ડેબ્યુ કરી રહ્યો છે.કિવિઝ માટે બ્લેર ટીકનર ડેબ્યુ કરી રહ્યો છે.
ભારતીય કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી.ભારતીય કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી