ક્રિકેટ / ભારતે છેલ્લા 1 વર્ષમાં 15 ટી-20 મુકાબલા જીત્યા, આવતીકાલે ટોપ પર વિરાજમાન પાકિસ્તાનની બરોબરી કરી શકે છે

divyabhaskar.com | Updated - Feb 09, 2019, 06:11 PM
India has won 15 t20 matches in last one year, can equalise pakistan who has 16 wins under their belt

  • ભારતીય ટીમ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ વનડે જીતવાના મામલે ટોપ પર 
  • ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક ટી-20 આવતીકાલે રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ટી-20 મુકાબલા જીતવાના મામલે બીજા નંબરે છે. જો ભારત આવતીકાલે કિવિઝ સામેની છેલ્લી ટી-20 જીતીને સિરીઝ પોતાના નામે કરે તો તે પ્રથમ સ્થાને વિરાજમાન પાકિસ્તાનની બરોબરી કરશે. છેલ્લા એક વર્ષમાં વનડે ફોર્મેટમાં સૌથી વધુ જીત ભારતના નામે છે.

ભારતે છેલ્લા એક વર્ષમાં ( 1 જાન્યુઆરી 2018થી 8 ફેબ્રુઆરી 2019) 21 ટી-20 મેચ રમી છે. જેમાંથી 15 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કર્યો છે, જયારે એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બીજી તરફ પાકિસ્તાને આ દરમિયાન 19 ટી-20 મેચ રમી છે, જેમાંથી 16 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. આ બંને સિવાય અન્ય કોઈ ટીમના જીતનો અંક ડબલ ડિજિટ સુધી પહોંચ્યો નથી.

ભારત છેલ્લા એક વર્ષમાં ( 1 જાન્યુઆરી 2018 થી 8 ફેબ્રુઆરી 2019) 25 વનડે રમ્યું છે. ભારતે તેમાંથી 17 મેચ જીતી છે અને 6 મેચ હારી છે. જયારે 2 મેચ ડ્રો રહી હતી. બીજા નંબરે ઇંગ્લેન્ડની ટીમ છે, જેણે આ દરમિયાન 19 વનડે રમી છે, જેમાંથી 13 મેચ જીતી છે અને 5 મેચ હારી છે, જ્યારે એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.

ભારતે 2018માં નિઘાસ ટ્રોફી સહિત દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 ટી-20 સિરીઝમાં 19 મેચ રમી છે.ભારત આ બધી સિરીઝમાં અજય રહ્યું હતું જયારે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. ભારત 19 મેચમાંથી 14 જીત્યું અને 4 હાર્યું હતું જયારે 1 મુકાબલામાં રિઝલ્ટ આવ્યું ન હતું.

X
India has won 15 t20 matches in last one year, can equalise pakistan who has 16 wins under their belt
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App