Home » Sports » Cricket » Latest News » India England 5th test in Ovel updates

પાંચમી ટેસ્ટઃ પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર- 198/7; કૂકે બનાવ્યા 71 રન, ઇશાંતની 3 વિકેટ

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 11:25 PM

ઓવલમાં બંને ટીમો અત્યાર સુધી 12 ટેસ્ટ રમી ચૂક્યું છે. ઇંગ્લેન્ડે ચાર ટેસ્ટ જીત્યું. બીજી તરફ, ભારત એક ટેસ્ટ જ જીત્યું છે

 • India England 5th test in Ovel updates
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈંગ્લેન્ડનની વિકેટ પર ખુશી વ્યક્ત કરતા વિરાટ કોહલી

  લંડનઃ પાંચમી ટેસ્ટના પહેલાં દિવસના અંતે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવી 198 રન બનાવી લીધાં છે. ઇશાંત શર્માએ એક ઓવરમાં મોઇન અલી અને સેમ કુરનને પેવેલિયન મોકલ્યા હતા. આ સાથે એક સમયે 133/1 ના સ્કોરની સાથે મજબૂત દેખાઇ રહી ટીમના 6 ખેલાડી 48 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. અત્યારે જોસ બટલર 11 અને આદિલ રશીદ 4 રને રમતમાં છે. 3 વિકેટ લઇને ઇશાંત અત્યાર સુધી સૌથી સફળ બોલર રહ્યો. સીરીઝની પ્રથમ ટેસ્ટ રમી રહેલા રવીન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ ઝડપી હતી.

  ઈંગ્લેન્ડની ઇનિંગ કૂકના વિકેટની સાથે પૂર્ણ થતી જોવા મળી. પહેલા બુમરાહે એક ઓવરમાં એલિસ્ટર કૂક અને કેપ્ટન જો રૂટને આઉટ કર્યા અને પછી ઇશાંતે બેયરસ્ટોને શૂન્ય પર આઉટ કર્યો. પોતાના કેરિયરનો અંતિમ મેચ રમી રહેલા એલિસ્ટર કૂક 71 રન બનાવીને આઉટ થયો છે. કુકે ઓવલના મેદાનમાં એક હજાર રન પૂરાં કર્યાં છે. લોડર્સ પછી આ બીજું મેદાન છે જ્યાં કુકે એક હજાર રનનો આંકડો પાર કર્યો છે. રૂટ 0 રન આઉટ થયો છે.

  આ પહેલાં સીરીઝની અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આ સાથે જ વિરાટ કોહલી પાંચ ટેસ્ટમાં એક વખત પર ટોસ નથી જીતી શક્યો. ટીમ ઈન્ડિયાએ આજે બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. હનુમા વિહારી આજે પોતાનો ડેબ્યૂ મેચ રમશે. તે ભારત તરફથી ટેસ્ટ ખેલનાર 292મો ખેલાડી બની ગયો છે. તો હાર્દિક પંડયાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને તક આપવામાં આવી છે. ભારતીય ટીમ પાંચ મેચની સીરીઝ 3-1થી હારી ચુક્યું છે.

  ભારત વિરૂદ્ધ સૌથી વધુ રન બનાવનાર કુક ત્રીજો ખેલાડી

  ખેલાડી રન
  રિકી પોન્ટિંગ 2,555
  ક્લાઈવ લોઈડ 2,344
  એલિસ્ટર કુક (17 રન બનાવતાં જ) 2,230
  જાવેદ મિયાંદાદ 2,288
  શિવનારાયણ ચંદ્રપોલ 2,171
  માઈકલ કલાર્ક 2,049

  ઓવલમાં રેકોર્ડ

  ઓવલમાં બંને ટીમો અત્યાર સુધી 12 ટેસ્ટ રમી ચૂક્યું છે. ઇંગ્લેન્ડે ચાર ટેસ્ટ જીત્યું. બીજી તરફ, ભારત એક ટેસ્ટ જ જીતી શક્યું છે. 1971માં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. બંને ટીમોની વચ્ચે સાત ટેસ્ટ ડ્રો રહી હતી. સીરીઝની આ આખરી ટેસ્ટમાં 19 વર્ષીય ઓપનર પુથ્વી શોની તક મળી શકે છે. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા શિખર ધવન કે લોકેશ રાહુલને બદલે તેને સ્થાન મળી શકે તેમ છે.

  અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમશે કુક


  ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓવલ ટેસ્ટમાં ક્રિસ વોક્સ અને ઓલી પોપને સ્થાન આપ્યું છે. બીજી તરફ, એલિસ્ટર કુકની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. તેણે 2006માં ભારત વિરુદ્ધ નાગપુરમાં પોતાની પહેલી ટેસ્ટ રમી હતી. હવે ભારતની વિરુદ્ધ જ પોતાનો કરિયરની અંતિમ ટેસ્ટ રમશે. આ મેચમાં પણ જોની બેયરસ્ટોના સ્થાને જોસ બટલર વિકેટકીપિંગ કરશે. ત્રીજી ટેસ્ટ દરમિયાન બેયરસ્ટોના હાથમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ચોથી ટેસ્ટમાં કીપિંગ નહોતો કરી શક્યો.

  દ્રવિડનો રેકોર્ડ તોડી શકે છે કોહલી


  વિરાટ કોહલીની પાસે બે રેકોર્ડ રચવાની તક છે. આ મુકાબલામાં 58 રન કરતા જ તે ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય ક્રિકેટર બની જશે. કોહલીએ અત્યાર સુધી 544 રન કર્યા છે. જેમાં બે સદીનો પણ સમાવેશ થાય છે. હાલ આ રેકોર્ડ રાહુલ દ્રવિડ નામે છે. દ્રવિડે 2002ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં ત્રણ સદીની મદદથી 602 રન કર્યા હતા. કોહલી આ ટેસ્ટમાં સદી ફટકારવામાં સફળ રહે તો તે વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચર્ડસ, પાકિસ્તાનના મોહમ્મદ યુસૂફ અને ઓસ્ટ્રેલિયન ગ્રેગ ચેપલની 24 સદીની બરાબરી કરી લેશે. કોહલી સદી ફટકારવાના મામલામાં સેહવાગના 23 સદીના રેકોર્ડને પણ તોડી શકે છે.

  સૌથી વધુ ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી

  ખેલાડી ટેસ્ટ સેન્ચુરી
  સચિન તેંડુલકર 200 51
  રાહુલ દ્રવિડ 164 36
  સુનીલ ગાવસ્કર 125 34
  વિરાટ કોહલી 70 23
  વીરેન્દ્ર સહેવાગ 104 23

  ભારતની ટીમ

  વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રુષભ પંત (વિકેટકિપર), રવીન્દ્ર જાડેજા, હનુમા વિહારી, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ

  ઇંગ્લેન્ડની ટીમ

  જો રૂટ (કેપ્ટન), એલિસ્ટર કુક, કિટોન જેનિંગ્સ, જોની બેયરેસ્ટો, જોસ બટલર (વિકેટકિપર), મોઇન અલી, સૈમ કરન, આદિલ રશીદ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન, બેન સ્ટોક્સ

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • India England 5th test in Ovel updates
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  જાડેજાને પ્રથમ વિકેટ મળી હતી
 • India England 5th test in Ovel updates
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  એલિસ્ટર કુકની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે
 • India England 5th test in Ovel updates
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  હનુમા વિહારી આજે પોતાનો ડેબ્યૂ મેચ રમશે
 • India England 5th test in Ovel updates
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  હનુમા વિહારી ભારત તરફથી ટેસ્ટ ખેલનાર 292મો ખેલાડી બન્યો
 • India England 5th test in Ovel updates
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારતીય ટીમ પાંચ ટેસ્ટની સીરીઝ 3-1થી હારી ચૂક્યું છે
 • India England 5th test in Ovel updates
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • India England 5th test in Ovel updates
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • India England 5th test in Ovel updates
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સીરીઝની આ આખરી ટેસ્ટમાં 19 વર્ષીય ઓપનર પુથ્વી શોની તક મળી શકે છે
 • India England 5th test in Ovel updates
  વિરાટ કોહલીની પાસે બે રેકોર્ડ રચવાની તક છે. આ મુકાબલામાં 58 રન કરતા જ તે ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય ક્રિકેટર બની જશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ