વર્લ્ડકપ / વર્લ્ડકપ ટ્રોફી સાથે કોહલીએ તસવીર શેર કરી, કહ્યું- બસ હવે આને જીતવા પર ફોકસ

ICC cricket world cup 2019: India Cricket Captain Virat Kohli and Australian Captain Aaron Finch poses with world cup trophy
ICC cricket world cup 2019: India Cricket Captain Virat Kohli and Australian Captain Aaron Finch poses with world cup trophy

  • ભારત કાલે 12 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ રમવા ઉતરશે
  • કોહલીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ સાથે વર્લ્ડકપ ટ્રોફી સાથે તસવીર શેર કરી 

divyabhaskar.com

Jan 11, 2019, 07:28 PM IST

સિડની: ભારતીય ક્રિકેટ ટીમની આવતી કાલથી ઓસ્ટ્રેલિયા સાથે 3 મેચની વન-ડે સિરીઝની સિડનીમાં શરૂઆત થઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યા પછી હવે વન-ડે સિરીઝમાં પણ કાંગારુઓને પછાડવાના ઈરાદે સાથે રમશે. આ વિશે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેમના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. સિડની વન-ડેથી એક દિવસ પહેલાં એટલે કે આજે વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, તેમનું ફોકસ આ વર્ષે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ પર રહેશે.

ભારત કાલે 12 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ રમવા ઉતરશે. ત્રણ મેચની વન-ડે સિરીઝ 18 જાન્યુઆરીએ પૂરી થવાની છે. ઓસ્ટ્રેલિયા પછી ભારત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝમાં ભાગ લેશે. ત્યારપછી ટીમ ઈન્ડિયા ભારતમાં પણ ઓસ્ટ્રેલિયા સામે 5 વન-ડે રમશે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ સાથે વર્લ્ડ કપ ટ્રોફી સાથે તસવીર શેર કરી છે.

2019માં વિરાટ કોહલી સામે સૌથી મોટો પડકાર

2019માં વિરાટ કોહલી સામે સૌથી મોટો પડકાર ઈંગ્લેન્ડમાં થનારી 50 ઓવરની ક્રિકેટ વર્લ્ડકપનો છે. કોહલીની કેપ્ટનશીપમાં લિટમસ ટેસ્ટ આ જ ટૂર્નામેન્ટમાં રમવામાં આવશે. 2019 વર્લ્ડકપ જ કોહલીની કેપ્ટનશીપની દશા અને દિશા નક્કી કરશે. કોહલી પાસે કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીની ક્લબમાં સામેલ થવાનો આ મોકો છે.

1983માં કપિલ દેવે ભારતને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેના 28 વર્ષ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ 2011માં ભારતને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે 8 વર્ષ પછી વિરાટ કોહલી પર ભારતને ત્રીજો વર્લ્ડ કપ જીતાડવાની જવાબદારી છે. ભારત જો 2019માં આ વર્લ્ડકપ જીતી જશે તો દેશ ત્રણ ટ્રોફી સાથે ઓસ્ટ્રેલિયા પછી વિશ્વની બીજા નંબરની સફળ ટીમ બની જશે.

કોહલી જીતાડી શકે છે વર્લ્ડકપ 2019

વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં હોવાથી વિરાટ કોહલીને તેનો ફાયદો મળી શકે છે. કારણકે બે વર્ષ પહેલાં કોહલી આ જ ધરતી પર વર્લ્ડકપની ડ્રેસ રિહર્સલ કરી ચૂક્યા છે. 2017માં કોહલીએ ઈંગ્લેન્ડમાં રમવામાં આવેલા મિની વર્લ્ડકપ એટલે કે ચેમ્પિયન ટ્રોફીમાં ભારતને ટૂર્નામેન્ટમાં ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું. જોકે આ વખતે ફેન્સને અપેક્ષા છે કે, ભારતને ચેમ્પિયન ટ્રોફી 2017 જીતાડનાર કોહલી આ વખતે ભારતીય ટીમને વર્લ્ડકપ જીતાડી દે.

હાર્દિકના નિવેદન વિશે કોહલીએ કહ્યું- અમને તેના વિચારોથી કોઈ ફેર નથી પડતો

વિરાટ કોહલીએ હાંર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના ચેટ શો દરમિયાન થયેલા વિવાદ વિશે અંતે ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ અને જવાબદાર ક્રિકેટર્સ તરીકે અમને તેમના વિચારોથી કોઈ ફેર નથી પડતો. તેમણે જે પણ કહ્યું તે તેમનો વ્યક્તિગત વિચાર હતો. તેઓ વન-ડેમાં રમી શકશે કે નહીં તે માટે અમે બોર્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.

વધુમાં કોહલીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમની નજરથી જોઈએ તો ડ્રેસિંગ રૂમના માહોલ પહેલાં જેવું જ છે. આ વિવાદથી તેમાં કોઈ ફેરફાર નથી આવ્યો. આ વિવાદથી અમારી સ્પોર્ટ્સમેનશીપમાં કોઈ અસર નહીં થાય. ટીમ કોમ્બિનેશન વિશે બોર્ડના નિર્ણય પછી જ અમે કોઈ નિર્ણય લઈ શકીશું.

X
ICC cricket world cup 2019: India Cricket Captain Virat Kohli and Australian Captain Aaron Finch poses with world cup trophy
ICC cricket world cup 2019: India Cricket Captain Virat Kohli and Australian Captain Aaron Finch poses with world cup trophy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી