T20 WC: પેટનો દુખાવો છતાં હરમનપ્રીતની સેન્ચૂરી, રનિંગથી બચવા ફટકાર્યા છક્કા-ચોકા

harmanpreet kaur says that big hits was my way because of stomach cramps

મહિલા T-20 વર્લ્ડ કપમાં ભારતે શુક્રવાર રાતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવી દીધું. આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે 51 બોલમાં 103 રન કર્યા. હરમનપ્રીતે પોતાની ઇનિંગ દરમિયાન 7 ફોર અને 8 સિક્સર ફટકારી,

divyabhaskar.com

Nov 11, 2018, 10:49 AM IST

પ્રોવિડેંસ (ગુયાના). મહિલા T-20 વર્લ્ડ કપમાં ભારતે શુક્રવાર રાતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવી દીધું. આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે 51 બોલમાં 103 રન કર્યા. હરમનપ્રીતે પોતાની ઇનિંગ દરમિયાન 7 ફોર અને 8 સિક્સર ફટકારી, પરંતુ મેચ દરમિયાન તે પેટના દુખાવાથી પરેશાન જોવા મળી હતી. જોકે, આ દુખાવાના કારણે જ તેણે લાંબી સિક્સર અને ફોર ફટકારી શકી. મેચ બાદ હરમનપ્રીતે જણાવ્યું કે પેટના દુખાવાથી બચવા માટે જ તેણે મોટાભાગના રન સિક્સર અને ફોરથી કર્યા.

દોડીને રન લેવાથી પેટનો દુખાવો વધતો એટલે હરમનપ્રીતે બાઉન્ડ્રી ફટકારવાની યોજના બનાવી


- પેટના મસલ્સમાં દુખાવો થતાં સામાન્ય રીતે કોઈ ક્રિકેટર ડ્રેસિંગ રૂમમાં પરત ફરવાનું પસંદ કરે, પરંતુ હરમનપ્રીતે એવું ન કર્યું. દોડીને રન લેવાથી પેટનો દુખાવો વધતો, એટલા માટે તેનાથી બચવા માટે 8 સિક્સર અને 7 ફોર ફટકારી.
- મેચ બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીતે જણાવ્યું કે, ગુરુવારે મારી પીઠમાં થોડી તકલીફ હતી. શુક્રવાર સવારે મારી તબિયત બહુ સારી નહોતી. હું જ્યારે મેદાન પર આવી તો થોડી અસહજ હતી અને દુખાવો થઈ રહ્યો હતો.
- તેણે વધુમાં જણાવ્યું કે, દુખાવાના કારણે મને દોડીને રન લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, ત્યારબાદ મેં બીજી યોજના બનાવી. મેં જ્યારે શરૂઆતમાં બે-બે રન લેવાન શરૂ કર્યા તો મને દુખાવો વધવા લાગ્યો. ત્યારબાદ ફિઝિયોએ મને દવા આપી ત્યારે સ્થિતિ થોડી ઠીક થઈ.

અમારે ન્યૂઝીલેન્ડને મોટો ટાર્ગેટ આપવો હતો- હરમનપ્રીત


- ભારતીય કેપ્ટન મુજબ, આવી સ્થિતિમાં મેં વિચાર્યું કે દોડવાને બદલે મારે શોટ રમવા પડશે કારણ કે હું જેટલી વધુ દોડતી દુખાવો વધી જતો. મેં જેમિમાને કહ્યું કે જો તું મને સ્ટ્રાઇક આપીશ તો હું વધુ મોટા શોટ્સ રમી શકીશ.
- હરમનપ્રીતે કહ્યું કે, મારા મગજમાં એવું નહોતું કે હું કેટલા રન બનાવી રહી છું, બસ મારું ધ્યાન તેની પર હતું કે મેચ જીતવા માટે અમારે વધુમાં વધુ બનાવી લઈએ. અમને ખબર હતી કે ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપ ખૂબ જ મજબૂત છે.
- તેણે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડની ટીમમાં સોફી ડિવાઇન અને સૂજી બેટ્સ જેવી ઉમદા પ્લેયર છે. અમને ખબર હતી કે સોફી અને સોજી હોય ત્યારે ન્યૂઝીલેન્ડ માટે 150 રનનો લક્ષ્ય હાંસલ કરવો મોટી વાત નથી. એટલા માટે અમારે મોટો ટાર્ગેટ આપવો હતો.

X
harmanpreet kaur says that big hits was my way because of stomach cramps
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી