વિવાદ / કોફી વિથ કરણમાં મહિલાઓ પર હાર્દિક પંડયાનું વિવાદિત નિવેદન, BCCIએ નોટિસ આપી

divyabhaskar.com

Jan 09, 2019, 02:10 PM IST
hardik pandya on koffee with karan controversy, Hardik pandya apologises,BCCI may restrict cricket players on chat show
hardik pandya on koffee with karan controversy, Hardik pandya apologises,BCCI may restrict cricket players on chat show
X
hardik pandya on koffee with karan controversy, Hardik pandya apologises,BCCI may restrict cricket players on chat show
hardik pandya on koffee with karan controversy, Hardik pandya apologises,BCCI may restrict cricket players on chat show

  • પંડયાની કોમેન્ટથી BCCI તેની સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે
  • BCCIએ કહ્યું કે, શોમાં હાર્દિકે જે વાત કરી તેનાથી બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટની છબી ખરાબ થઈ છે
  • સીઓએ હાર્દિક પંડયા અને લોકેશ રાહુલને કારણ દર્શાવો નોટિસ આપી

નવી દિલ્હી: કોફિ વિથ કરણમાં હાર્દિક પંડયાએ મહિલાઓ વિરૂદ્ધ વિવાદિત નિવેદન કર્યું હતું. હાર્દિક પંડયાએ શોમાં ઘણી મહિલાઓ સાથેના સંબંધની તેમજ પોતે વર્જિન ન હોવાનો એકરાર માતા-પિતા સમક્ષ કર્યો હોવાની વાત કરી હતી. આટલેથી જ ન અટકતાં હાર્દિકે મહિલાઓ સાથે વાત કરતાં તેને ચાલતા જોવી વધુ ગમે છે તેવું વિવાદિત નિવેદ કર્યું હતું. આવા નિવેદનો પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આ પ્રકારના શોમાં ક્રિકેટર્સના ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. બોર્ડની સમિતિએ હાર્દિક પંડયા અને લોકેશ રાહુલને કારણ દર્શાવો નોટિસ આપી છે. શોમાં પંડયાએ મહિલાઓ પર કરેલી ટીપ્પણીના કારણે સમિતિએ બંને પાસેથી આગામી 24 કલાકમાં જવાબ માંગ્યો છે.

 

પંડયા, લોકેશ રાહુલ સાથે કરણ જોહરના શોમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન તેણે મહિલા વિરોધી ટીપ્પણી કરી હતી અને ત્યારપછી તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હતો. જોકે ત્યારપછી 25 વર્ષના પંડયાએ ટ્વિટર પર માફી માગી હતી. 

પંડ્યાની ટીપ્પણી શરમ જનક- BCCI
1.BCCIએ શોમાં પંડ્યાએ કરેલી ટીપ્પણીને મૂર્ખતાવાળી અને શરમજનક ગણાવી છે. તે સાથે જ ચેતવણી પણ આપી છે. બોર્ડ આ પ્રકારના ચેટ શોમાં ખેલાડીઓના સામેલ થવા વિશે પ્રતિબંધ લગાવવા વિશે પણ વિચાર કરી રહ્યા છે. બીસીસીઆઈ જો આ વિશે નિર્ણય લેશે તો ક્રિકેટર્સ ભવિષ્યમાં કોઈ પણ ચેટ શોમાં ભાગ નહીં લઈ શકે. સીઓએ પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું કે, અમે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને તેમની ટીપ્પણી માટે કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. તેમણે 24 કલાકની અંદર ખુલાસો કરવો પડશે.
પંડ્યાએ ખુલાસો કર્યો- હું શોના વાતાવરણમાં ખોવાઈ ગયો હતો
2.આ પહેલાં પંડ્યાએ ખુલાસો કર્યો હતો કે, હું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નહતો માગતો. પંડ્યાએ ટ્વિટ કર્યું છે કે, કોફી વિથ કરણના શોમાં મારા નિવેદન પછી વિવિધ પ્રતિક્રિયાઓ આવી. મારા નિવેદનથી જેમની પણ લાગણીઓને ઠેસ પહોંચી હોય તે દરેક લોકોની હું માફી માંગુ છું. ઈમાનદારીથી હું શોના વાતાવરણમાં ખોવાઈ ગયો હતો. મારો હેતું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા કે અપમાન કરવાનો નહતો. રિસ્પેક્ટ. 
ભારતીય ઓલરાઉન્ડરે ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત કરી હતી
3.શો દરમિયાન પંડ્યાએ ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે પોતાના માતા-પિતા સામે ખૂબ ટ્રાન્સપરન્ટ છે. એટલે સુધી કે તેણે પોતાની વર્જિનિટી ગુમાવી હતી તે વાત પણ માતા-પિતાને જણાવી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે ક્લબમાં કેમ કોઈ મહિલાને તેમનું નામ નથી પૂછતો? ત્યારે પંડ્યાએ જવાબ આપ્યો હતો કે, મને તેમને જોવામાં જ રસ હોય છે. છોકરીઓ કેવી રીતે ચાલે છે તે જોવું મને ગમે છે. પંડ્યાના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં તેની નિંદા થવા લાગી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી