ચેટ શો વિવાદ / તપાસ પૂરી થાય ત્યાં સુધી હાર્દિક-રાહુલ ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ

Hardik and Rahul suspended, will come back from Australia

  • હાર્દિક પંડયાએ કરન જોહરના શો પર sexist કમેન્ટ્સ કરી હતી 
  • હાર્દિકે ઘણી મહિલા સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું

divyabhaskar.com

Jan 12, 2019, 08:23 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓપનર લોકેશ રાહુલ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંનેને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તપાસ પૂરી ના થાય ત્યાં સુધી બંને ટીમનો ભાગ નહીં બની શકે. બંને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાંથી બહાર થઈ ગયા છે. ટીવી શો 'કોફી વિથ કરન'માં હાર્દિક પંડ્યા તેમના સાથી કે.એલ રાહુલ સાથે આવ્યા હતા અને તે દરમિયાન તેણે મહિલાઓ વિશે અણછાજતી કમેન્ટ કરી હતી.

COAના હેડ વિનોદ રાયે જાણકારી આપતા કહ્યું હતું કે, "તપાસ પૂરી ના થાય ત્યાં સુધી બંનેને ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય CEOની સદસ્ય ડાયના ઈદુલજીના પ્રસ્તાવ પછી લેવામાં આવ્યો છે. ઈદુલજીએ બે મેચમાં પ્રતિબંધની માંગ કરી હતી પરંતુ BCCIની લીગલ ટીમ ચેટ શોમાં કરેલ ટિપ્પણીને કોડ ઓફ કંડક્ટની વિરુદ્ધ માની રહી નથી."

આ શો બાદ હાર્દિકે ટવિટર પર માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, "આ શોમાં મેં ફ્લોમાં આવીને ટિપ્પણી કરી હતી અને એ વાતનું ધ્યાન રાખ્યું ન હતું કે આનાથી કોઈની લાગણી દુભાઈ શકે છે. તે બદલ હું બધાની માફી માંગુ છુ."

તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે, "હું તમને ભરોસો આપવા માંગુ છુ આ કમેન્ટ્સ મેં કોઈ બદઈરાદા સાથે અથવા સમાજના કોઈ વર્ગને ખરાબ દેખાડવા કરી ન હતી. હું પ્રામાણિકતાથી શોના નેચર પ્રમાણે ફ્લોમાં આવીને આવું બોલ્યો હતો. મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો ન હતો."

X
Hardik and Rahul suspended, will come back from Australia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી