ક્રિકેટ / પસંદગી સમિતિના પ્રમુખ અમિત ભંડારી પર હુમલો, સિલેક્ટ ના કર્યો એટલે ખેલાડીએ માર્યા

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને દિલ્હી ક્રિકેટ એસોશિયેશનની પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી.
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને દિલ્હી ક્રિકેટ એસોશિયેશનની પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી.

  • હુમલાખોરોએ હોકી સ્ટિક, લોંખડના સળિયા અને સાઇકલની ચેનથી માર માર્યો
  • ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે દોષીઓને છોડવામાં નહીં આવે

divyabhaskar.com

Feb 11, 2019, 06:42 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને દિલ્હી ક્રિકેટ એસોશિયેશનની પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી ઉપર અમુક અજ્ઞાત લોકોએ હુમલો કર્યો હતો. આ બનાવ સોમવારે અંદર-23ના ટ્રાયલ્સ દરમિયાન સેંટ સ્ટીફન્સ ગ્રાઉન્ડ ઉપર બન્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે પસંદગી ના થવા ઉપર કોઈ ક્રિકેટરના સંબંધીએ ભંડારીને માર માર્યો. ભંડારીને માથા અને કાન ઉપર વાગ્યું છે. તેનો સાથી સુખવિન્દરસિંહે તેને તરત હોસ્પિટલ લઈ ગયો હતો. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે દોષીઓને છોડવામાં આવશે નહીં.

રજત શર્માએ કહ્યું કે અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. જ્યારે સુધી મને ખબર છે આ એક એવા ખેલાડીનું કામ છે જેને રાષ્ટ્રીય અંડર-23ની ટુર્નામેન્ટના સંભવિતોમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. મેં દિલ્હી પોલીસના આયુક્ત અમૂલ્ય પટનાયક સાથે પોતે વાત કરી છે. ગુનેગારોને છોડવામાં આવશે નહીં. અમે એફઆઈઆર દાખલ કરીશું.

દિલ્હીના સિનિયર અને અંડર-23 મેનેજર શંકર સૈનીએ કહ્યું કે, હું ટેંટની અંદર એક સાથી સાથે જમી રહ્યો હતો. ભંડારી અને અન્ય સિલેક્ટર્સ સિનિયર ટીમના કોચ મિથુન મન્હાસ સાથે ટ્રાયલ્સ મેચ જોઈ રહ્યા હતા. બે લોકો આવીને ભંડારી પાસે ગયા, તેની સાથે દલીલો કરવા લાગ્યા અને પછી જતા રહ્યા. તેના થોડા સમય બાદ 15 લોકો હોકી સ્ટિક, સાઇકલની ચેન અને લોંખડના સળિયા લઈને આવ્યા હતા.

સૈનીએ કહ્યું કે, 'ટ્રાયલ્સમાં ભાગ લઇ રહેલા છોકરાઓ અને અમે ભંડારીને બચાવવા દોડ્યા હતા. તેમણે અમને પણ ધમકી આપી હતી અને કહ્યું હતું કે વચ્ચે આવ્યા તો ગોળીથી મારી નાંખીશુ. તેમણે ભંડારીને હોકી સ્ટિક અને ચેનથી માર્યા હતા. તેમના માથામાં વાગ્યું છે. હું ત્યારે ત્યાં હતો નહીં જયારે તે બંને છોકરા ભંડારી પાસે આવ્યા હતા. ભંડારી પોલીસને કહેશે ત્યારે ખબર પડશે કે આની પાછળ કોણ હતું."

X
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને દિલ્હી ક્રિકેટ એસોશિયેશનની પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી.ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને દિલ્હી ક્રિકેટ એસોશિયેશનની પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી