બ્રાઝીલ / બ્રાઝીલના વિશ્વ પ્રસિદ્ધ ફ્લેમિંગો ફૂટબોલ ક્લબમાં આગ, 10 યુવા ખેલાડીઓના મોત

અત્યાર સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી.
અત્યાર સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી.
X
અત્યાર સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી.અત્યાર સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી.

  • આગમાં 10 લોકોના મોત થયા તે તમામ યુવા એથલિટ હતા
  • આગ લાગવાના કારણ વિશે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી

divyabhaskar.com

Feb 09, 2019, 12:11 PM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: બ્રાઝીલના પ્રખ્યાત ફ્લેમિંગો ફૂટબોલ ક્લબની ડોરમેટ્રીમાં ભયાનક આગ લાગી હતી જેમાં 10 લોકોનાં મોત થયા છે. આગના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રિયો ડી જેનેરોના 'નિન્હો ડિ ઉરૂબૂ' સ્થિત ફ્લેમિંગો ફૂટબોલ ક્લબના ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં આ ડોરમેટ્રી આવેલી છે, જેમાં આગ લાગી. સ્થાનિક મીડિયા અનુસાર, આગના કારણે જે 10 લોકોનાં મોત થયા છે તે તમામ યુવા એથલિટ હતા. આગ લાગવાના કારણો અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી.

ડોરમેટ્રીમાં 14થી 17 વર્ષની ઉંમરના ખેલાડીઓ

ફ્લેમિંગો બ્રાઝીલનું સૌથી મોટું ફૂટબોલ ક્લબ છે અને વિશ્વમાં તેની ઓળખ છે. બ્રાઝીલ મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, આગ સવારે 5.10 મિનિટ પર લાગી અને 7.30 વાગ્યે તેના પર કાબૂ મેળવી શકાયો. અત્યાર સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. પરંતુ આ ડોરમેટ્રીનો ઉપયોગ 14થી 17 વર્ષના ઉંમરના ખેલાડીઓ કરે છે. બ્રાઝીલના રોનાલ્ડિન્હો, બેબેટો અને રોમારિયો ફ્લેમિંગો ફૂટબોલ ક્લબ માટે રમનારા અમુક ગણતરીના નામો છે. ફૂટબોલ સિવાય ફ્લેમિંગ ક્લબની પોતાની બાસ્કેટબોલ, રોવિંગ, સ્વીમિંગ અને વોલીબોલ ટીમો પણ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી