FIFA WC ફાઇનલ: ફ્રાન્સ-ક્રોએશિયાને અહીં સુધી લાવવામાં 5-5 ખેલાડીઓની મહત્વની ભૂમિકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોસ્કો (રશિયા):  1998નું ચેમ્પિયન ફ્રાન્સ 20 વર્ષ બાદ તેણે ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બની ગયું. તેને રવિવારે ક્રોએશિયાને 4-2થી હરાવ્યું. ફ્રાન્સ માટે એન્ટોની ગ્રિઝમેન, પોલ પોગ્બા, એમ્બાપેએ ગોલ કર્યા. તેને ક્રોએશિયાના મારિયો માંજુકિચના આત્મઘાતી ગોલનો પણ ફાયદો મળ્યો. પહેલી વખત ફાઈનલ રમી રહેલા ક્રોએશિયા માટે પેરીસીચ અને માંજુકિચે ગોલ કર્યા. 1966 પછી ફાઈનલમાં આ સૌથી મોટી જીત છે. ત્યારે ઇંગ્લેન્ડે પશ્ચિમ જર્મનીને 4-2થી હરાવ્યું હતું. તેનાથી પણ મોટી જીત 1958માં બ્રાઝિલે સ્વિડનને 5-2થી હરાવીને મેળવી હતી.

 

 

વર્લ્ડકપ-2018 એટલા માટે પણ યાદ કરાશે

 

વીએઆર 99.2% સફળ

પહેલી વખત વીડિયો આસિસ્ટન્ટ રેફરીનો પ્રયોગ. 440 વખત ઉપયોગ. 99.2% સુધી સાચો નિર્ણય. 62 મેચમાં 19 નિર્ણયો રિવ્યૂ. 16 નિર્ણય બદલાયા.

 

દબદબો તૂટ્યો, વ્યાપ વધ્યો
88 વર્ષ જૂની ટૂર્નામેન્ટમાં અગ્રણી દેશોનો દબદબો તૂટ્યો. પહેલી વખત ક્રોએશિયા ફાઈનલમાં તો રશિયા સેમિ.માં પહોંચ્યા. ઇંગ્લેન્ડ 28 વર્ષ બાદ સેમિ.માં પહોંચ્યું.

 

13 પ્લેથી નોકઆઉટ રાઉન્ડ
પહેલી વખત ફેયર પ્લેથી કોઈ ટીમ (જાપાન) નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી. સેેનેગલને સૌથી વધુ યલો કાર્ડ (6)ને કારણે ટુર્નામેન્ટમાંથી ફેકાવું પડ્યું.

 

રશિયાની સફળ યજમાની
સ્ટેડિયમ 98% ભરાયેલા રહ્યા. ઇંગ્લેન્ડ સહિત ઇયુના નેતાઓએ બહિષ્કારનું દબાણ બનાવ્યો. આતંકી હુમલાની ધમકી પણ મળી છતાં રશિયા સફળ રહ્યું.

 

આગામી વર્લ્ડકપ 2022માં કતારમાં
આગામી વર્લ્ડકપ 2022માં કતારમાં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી રમાશે. કોઈ આરબ દેશ પહેલી વખત યજમાની કરશે. 

 

ગોલ્ડન બૂટ

હૈરી કેન (ઇંગ્લેન્ડ) 

- મેચ 6 

- ગોલ 6

- 573 મિનિટની રમત

 

ગોલ્ડન બોય

લુકા મોન્ડ્રીક (ક્રોએશિયા)

- મેચ 7

- ગોલ 2
- 704 મિનિટની રમ્યો

 

ગોલ્ડન ગ્લોઝ

કોર્ટિસ  (બેલ્જિયમ)
- મેચ 7

- બચાવ્યા 27

- 630 મિનિટ મેદાન પર

 

વધુ માહિતી માટે આગળ વાંચો... ફ્રાન્સે 7માંથી 6 મેચ જીતી એક પણ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ન જવા દીધી

અન્ય સમાચારો પણ છે...