વાપસી / 161.3 કિમી/કલાકની સ્પીડથી બોલ ફેંકનાર શોએબ 8 વર્ષ પછી લીગ ક્રિકેટથી પરત ફરશે

Fastest Bowler Shoaib akhtar comeback video viral in pakistan cricket
X
Fastest Bowler Shoaib akhtar comeback video viral in pakistan cricket

  • વાપસીની જાહેરાત કરતાં કહ્યું- આજના બાળકોને દેખાડીશ કે સ્પીડ શું હોય છે
  • શોએબ અખ્તરે ટેસ્ટમાં 178 અને વનડે ઈન્ટરનેશનલમાં 247 વિકેટ લીધી છે
  • શોએબે વર્લ્ડ કપ 2011 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો

Divyabhaskar

Feb 14, 2019, 03:51 PM IST
સ્પોર્ટ્સ ડેસ્કઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ગુરૂવારે ક્રિકેટમાં પરત ફરવાની જાહેરાત કરી છે. તે ઈન્ટરનેશનલ મેચ નહીં રમે પરંતુ લીગ મેચમાં હાજર રહેશે. તેઓએ ટ્વિટર પર જાણકારી આપી કે મેદાનમાં 14 ફેબ્રુઆરીએ પરત ફરશે. અખ્તરે કહ્યું કે તે લીગ ક્રિકેટ રમીને આજના બાળકોને બતાવશે કે બોલની સ્પીડ શું હોય છે.
શોએબે લખ્યુ, નમસ્તે 14 ફેબ્રુઆરીની તારીખ છે. મિત્રો તમારા કેલેન્ડરમાં નિશાન બનાવી લો, હું પણ આવી રહ્યો છું આ વખતે લીગ રમવા માટે, છેલ્લે આ બાળકોને પણ ખબર પડવી જોઈએ કે સ્પીડ શું હોય છે. 
 
43 વર્ષનાં શોએબે વર્લ્ડ કપ 2011 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. ત્યારબાદ કોમેન્ટ્રી અને નિષ્ણાત તરીકે ક્રિકેટ સાથે જોડાયો છે.
 
ક્રિકેટનાં ઈતિહાસમાં સૌથી ઝડપી બોલરોમાં ગણાતા શોએબ અખ્તરે ટેસ્ટમાં 178 અને વનડે ઈન્ટરનેશનલમાં 247 વિકેટ લીધી છે. સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય ટી-20માં 19 વિકેટ હાંસિલ કરી છે. 
 
4. ક્રિકેટનાં ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ નાખનાર બોલર
ખેલાડી   દેશ બોલની ઝડપ કોની સામે  સ્થળ વર્ષ
શોએબ અખ્તર પાકિસ્તાન 161.3 કિમી/કલાક ઈગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ 2003
શોન ટેટ ઓસ્ટ્રેલિયા 161.1કિમી/કલાક  ઈગ્લેન્ડ લોડર્સ 2010
બ્રેટલી  ઓસ્ટ્રલિયા  161.1 કિમી/ કલાક  ન્યૂઝીલેન્ડ  નેપિયર  2005
5. અખ્તરે કહ્યું- હું પણ લીગ ક્રિકેટ રમીશ
શોએબે કહ્યું, આજનાં બાળકો સમજી રહ્યા છે કે તેઓ ઘણું બધુ જાણે છે અને તેઓ મારી સ્પીડને પણ પડકાર આપી શકે છે. જેથી બાળકો, હું પાછો આવી રહ્યો છું. હું પણ લીગ ક્રિકેટ રમીશ અને જણાવીશ કે ઝડપ શું હોય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી