ક્રિકેટ / રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી શુભમનને ટીમમાં સિલેક્ટ કર્યો હતો: મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદ

Dravid said Shubhman Gill is ready for International Cricket: MSK Prasad
X
Dravid said Shubhman Gill is ready for International Cricket: MSK Prasad

  • રાહુલ દ્રવિડે કહ્યું કે શુભમન ગિલ ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે તૈયાર છે: એમએસકે પ્રસાદ 
  • શુભમન ગિલને ન્યુઝીલેન્ડ સામેની પાંચ વનડે અને ત્રણ ટી-20 માટે ટીમમાં સ્થાન મળ્યું છે

divyabhaskar.com

Jan 14, 2019, 04:29 PM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યુઝીલેન્ડ સામેની વનડે અને ટી-20 સિરીઝમાં શુભમન ગિલને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ગિલ કરન જોહરના શૉ બાદ ટીમમાંથી સસ્પેન્ડ થયેલ લોકેશ રાહુલની જગ્યાએ ટીમમાં આવ્યો છે. તેની સિલેક્શન વિશે ભારતીય ક્રિકેટ ટીમના મુખ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, "ગિલ ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે તૈયાર છે. અમે તેને ઓપનર બેટ્સમેનના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છીએ. મેં અંડર-19 અને ભારતીય A ટીમના કોચ રાહુલ દ્રવિડ સાથે આ બાબતે ચર્ચા કરી છે. દ્રવિડે કહ્યું કે ગિલ ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે તૈયાર છે."

શુભમને ઇન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું છે

પ્રસાદે કહ્યું કે,"શુભમન ઓપનિંગ અને મધ્યમક્રમ બન્ને જગ્યાએ બેટિંગ કરી શકે છે. ન્યુઝીલેન્ડ ટુર પર અમે તેને રોહિત શર્મા અને શિખર ઘવનના વિકલ્પ તરીકે તૈયાર કરી રહ્યા છીએ. અમે એ નથી કહેતા કે તે વર્લ્ડકપ રમશે કે નહીં પરંતુ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઇન્ડિયા-A માટે એનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
2. પંત ચેમ્પિયન ક્રિકેટર બની શકે છે: એમએસકે પ્રસાદ
યુવા ક્રિકેટર ઋષભ પંતના વખાણ કરતા પ્રસાદે કહ્યું કે, "પંત ચેમ્પિયન ક્રિકેટર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં પોતાને સારી રીતે ઢાળી રહ્યો છે. 2019ના વર્લ્ડકપ માટે તે અમારી યોજનાનો એક મહત્વનો ભાગ છે. તે સારી રીતે સમજે છે કે કેપ્ટ્ન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને તેની પાસેથી શુ અપેક્ષા છે. સિડનીમાં તેનું પ્રદર્શન આ વાત સાબિત કરે છે."
તેણે વધુ ઉમેરતા કહ્યું કે, " પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ ટી-20 અને ચાર ટેસ્ટ મેચ રમ્યો હતો. તેની તેના શરીર પર અસર થઈ હતી. તેને બે અઠવાડિયા આરામ કરવાની જરૂર છે. તેના પછી અમે નિર્ણય કરીશુ કે તે ઇંગ્લેન્ડ લાયન્સની વિરુદ્ધ કેટલી મેચ રમશે."
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી