મહિલા ટેનિસ / ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેક રિપબ્લિક ફેડ કપમાંથી બહાર, રોમાનિયાએ 3-2થી હરાવ્યું

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 09:04 AM
રોમાનિયાની ટીમ ચેક રિપબ્લિકની સામે જીત્યા પછી ઉજવણી કરે છે
રોમાનિયાની ટીમ ચેક રિપબ્લિકની સામે જીત્યા પછી ઉજવણી કરે છે
X
રોમાનિયાની ટીમ ચેક રિપબ્લિકની સામે જીત્યા પછી ઉજવણી કરે છેરોમાનિયાની ટીમ ચેક રિપબ્લિકની સામે જીત્યા પછી ઉજવણી કરે છે

  • 11 વખત ચેમ્પિયન બનેલી ચેક રિપબ્લિકની ટીમ 2009 પછી ફેડ કપમાં પહેલીવાર ઘરઆંગણે હારી 
  • રોમાનિયા પહેલીવાર સેમિફાઇનલમાં પહોંચ્યું 
  • પ્લિસકોવા અને હાલેપ બન્ને વર્લ્ડ રેન્કિંગમાં નંબર -1 પર રહેલી છે

સ્પોર્ટ્સ ડેસ્ક. રોમાનિયાની ટીમ પહેલીવાર મહિલા ટેનિસ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. રોમાનિયાએ ફેડ કપની ક્વાર્ટરફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેક રિપબ્લિકને 3-2થી હરાવ્યું. ટોપ સીડનું ચેક રિપબ્લિકે એક સિંગલ્સ અને એક રિવર્સ સિંગલ્સમાં વિજેતા જ્યારે રોમાનિયાએ એક સિંગલ્સ, એક રીવર્સ સિંગલ્સ અને એક ડબલ્સ જીત્યું. 11 વખતના ચેમ્પિયન ચેક રિપબ્લિકની ટીમને 2009 પછી પહેલીવાર ફેડ કપમાં પોતાના ઘરમાં હારનો સામનો કરવો પડયો છે.

બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા સીડના બેલારુસ સામે થશે

1.ફેડ કપની સેમિફાઇનલ મેચ એપ્રિલમાં રમાશે. આમાં રોમાનિયા ચોથા સીડની ફ્રાન્સ ટીમની સામે રમશે. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા સીડના બેલારુસ સામે થશે. 
2.ફાન્સે બેલ્જિયમને 3-1થી અને ઓસ્ટ્રેલિયાએ અમેરિકાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ક્વોર્ટર ફાઇનલના પહેલાં દિવસે ચેક રિપબ્લિક અને રોમાનિયાએ પોત-પોતાની સિંગલ્સની મેચ જીતી. 
3.ચેકના કેપ્ટન કેરોલિના પ્લિસકોવાએ રોમાનિયાની બી મિહાએલાને 6-1, 6-2થી હરાવી. જ્યારે રોમાનિયાની કેપ્ટન સિમોના હાલેપે કેટરીના સિનિયાકોવાને 6-4, 6-0થી હરાવી હતી. 
4.પ્લિસકોવા અને હાલેપ બન્ને વર્લ્ડ રેન્કિંગમાં નંબર -1 પર રહેલી છે. બીજા દિવસે બન્ને રિવર્સ સિંગલ્સ અને એક ડબલ્સ રમાઇ. જેમાં હાલેપે પ્લિસકોવાને 6-4, 5-7, 6-4થી હરાવીને રોમાનિયાને 2-1થી આગળ કર્યું.
5.પછીની મેચમાં સિનિયાકોવાએ મિહાએલાને 6-4, 6-2થી હરાવીને ચેકની ટીમને 2-2 પર બરાબરી કરાવી. છેલ્લી અને ફાઇનલ મેચમાં ઇરિના કામેલિયા બેગૂ-મોનિકા નિકોલસ્કૂની જોડીએ કે.બારબરા-સિનિયોકોવાને 6-7, 6-4, 6-4થી હરાવીને રોમાનિયાને 3-2થી ક્વાર્ટર ફાઇનલ મેચ જીતાડી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App