બીજી વનડે / ડેથ ઓવર્સમાં વિકેટ લેવા અને રન રોકવા ભુવનેશ્વરે સ્ટમ્પ આગળ બૂટ રાખી યોર્કરની પ્રેક્ટિસ કરી

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 02:45 PM
Bhuvneshwar Kumar Nails His Yorker With a Unique Drill

સ્પોર્ટ્સ ડેસ્ક: ભુવનેશ્વર કુમાર લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ભારતનો મુખ્ય બોલર છે. નવા બોલને સ્વિંગ કરાવવા ઉપરાંત જૂના બોલથી યોર્કર અને સ્લોઅર (ધીમો) બોલ નાખવામાં તેણે મહારત હાસિલ કરી છે. ઘણા સમયથી બેક પ્રોબ્લમના લીધે ભુવનેશ્વર ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહ્યો હતો. ભારત માટે જયારે બીજી વનડે જીતવી ફરજિયાત છે ત્યારે ભુવનેશ્વરે નેટ્સમાં યોર્કરની ભરપૂર પ્રેક્ટિસ કરી હતી. તે સ્ટમ્પ આગળ બૂટ રાખી યોર્કર નાખવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

ઘણા સમયથી આ રીતે પ્રેક્ટિસ કરતો આવ્યો છુ: ભુવનેશ્વર

મીડિયા સાથે વાત કરતા ભુવનેશ્વરે કહ્યું હતું કે હું છેલ્લા ઘણા સમયથી આ રીતે પ્રેક્ટિસ કરતો આવ્યો છુ. પરંતુ ટેસ્ટ સિરીઝ ચાલી રહી હોવાથી છેલ્લા એક મહિનાથી મેં આ રીતે પ્રેક્ટિસ કરી ન હતી. ટેસ્ટ મેચ માટે યોર્કરની પ્રેક્ટિસ કરવાની કોઈ જરૂર ન હતી. જોકે વનડે અને ટી-20માં યોર્કર્સ બહુ મહત્વના છે. ડેથ ઓવર્સમાં જૂના બોલ સાથે યોર્કર અથવા સ્લોઅર બોલ રન રોકવા અને વિકેટ લેવા માટે મુખ્ય હથિયાર છે.

X
Bhuvneshwar Kumar Nails His Yorker With a Unique Drill
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App