કોફિ વિથ કરન / વિવાદિત નિવેદન પછી હાર્દિક-રાહુલ પર બે વન-ડેનો પ્રતિબંધ લગાવવાની ભલામણ

divyabhaskar.com | Updated - Jan 10, 2019, 03:21 PM
BCCI COA chief recommends ban on Hardik Pandya and Rahul for two one day matches for Koffee with Karan Controversy
X
BCCI COA chief recommends ban on Hardik Pandya and Rahul for two one day matches for Koffee with Karan Controversy

  • ચેટ શોમાં પંડ્યા દ્વારા મહિલાઓ પર વિવાદિત કમેન્ટ કરવામાં આવી હતી
  • બીસીસીઆઈ સમિતિમાંથી પ્રમુખ વિનોદ રાય અને ડાયના એડુલ્જીએ કાર્યવાહી કરી
  • ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની પહેલી વન-ડે 12 જાન્યુઆરીથી થવાની છે

નવી દિલ્હી: બીસીસીઆઈની સમિતીના પ્રમુખ વિનોદ રાયે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે વન-ડેનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. સીઓએ પ્રમુખની આ ભલામણ કોફિ વિથ કરનમાં ભારતીય ઓલરાઉન્ડ ખેલાડી પંડ્યા દ્વારા મહિલાઓ પણ વિવાદિત કોમેન્ટ કરવા માટે છે. આ ઉપરાંત સમિતિ દ્વારા આ કેસને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લીગલ સેલને પણ મોકલવામાં આવ્યો છે. 

 

 

નોટિસના જવાબમાં પંડ્યાએ કહ્યું- ફરી કદી આવું નહીં કરું
1.શોમાં પંડ્યા સાથે તેમના સાથે લોકેશ રાહુલ પણ હાજર હતાં. બીસીસીઆઈની પ્રશાસક સમિતિએ પંડ્યાના નિવેદનને મહિલા વિરોધી ગણાવીને બંને ક્રિકેટર્સને કારણ દર્શાવો નોટિસ આપી હતી. તેના જવાબમાં પંડ્યાએ કહ્યું હતું કે, તેને પોતાની ભૂલ પર ખૂબ પસ્તાવો છે. ભવિષ્યમાં તે આવો વ્યવહાર કદી નહીં કરે. પંડ્યાના નિવેદનના કારણે તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો ટ્રોવ થયો હતો. ત્યારપછી તેણે ટ્વિટ કરીને માફી માંગી હતી.
હાર્દિકની ટીપ્પણી ખૂબ જ ખરાબ અને અસ્વીકાર્ય- વિનોદ રાય
2.વિનોદ રાયે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું કે, મને હાર્દિકના જવાબથી સંતોષ નથી. મેં બંને ખેલાડીઓ પર બે વન-ડે મેચનો પ્રતિબંધ લગાડવાની ભલામણ કરી છે. જોકે અંતિમ નિર્ણય ત્યારે લેવામાં આવશે જ્યારે ડાયના તેને મંજૂરી આપશે. વધુમાં તેમણે કહ્યું કે, ડાયનાએ વન-ડે પર પ્રતિબંધ લગાવવા માટે કાયદાકીય ઉકેલ માંગ્યો છે. તેથી તેમની સહમતી પછી જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી મને હાર્દિકની કમેન્ટ ખૂબ જ ખરાબ અને અસ્વીકાર્ય લાગે છે.
ડાયનાએ બીસીસીઆઈ અધ્યક્ષ પાસે પણ સૂચન માંગ્યુ
3.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડાયનાએ બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્ના, કાર્યકારી મહાસચિવ અમિતાભ ચૌધરી અને કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી પાસે પણ આ મામલે સુચન માંગ્યુ છે. સોશિયલ મીડિયા પર થયેલા હોબાળા પછી લોકેશ રાહુલે આ વિશે કોઈ પ્રતીક્રિયા આપી નથી. બીસીસીઆઈએ બંને ખેલાડીઓને પોતાનો પક્ષ જણાવવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. 
ભારતીય ઓલરાઉન્ડરે ધણી મહિલાઓ સાથે સંબંધ હોવાની પણ વાત કરી હતી
4.શો દરમિયાન પંડ્યાએ ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે પોતાના માતા-પિતા સામે ખૂબ ટ્રાન્સપરન્ટ છે. એટલે સુધી કે તેણે પોતાની વર્જિનિટી ગુમાવી હતી તે વાત પણ માતા-પિતાને જણાવી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે ક્લબમાં કેમ કોઈ મહિલાને તેમનું નામ નથી પૂછતો? ત્યારે પંડ્યાએ જવાબ આપ્યો હતો કે, મને તેમને જોવામાં જ રસ હોય છે. છોકરીઓ કેવી રીતે ચાલે છે તે જોવું મને ગમે છે. પંડ્યાના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં તેની નિંદા થવા લાગી હતી.   
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App