એશિયા કપઃ ઈજાગ્રસ્ત હાર્દિક, અક્ષર, શાર્દૂલની જગ્યાએ જાડેજા, દીપક, કૌલનો સમાવેશ

પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાને પીઠમાં ઈજા થઈ હતી.
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાને પીઠમાં ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્ત હાર્દિક પંડયા
ઈજાગ્રસ્ત હાર્દિક પંડયા
ત્રણ ઘાયલ પ્લેયર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે
ત્રણ ઘાયલ પ્લેયર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સિનિયર સિલેક્ટર કમિટીએ દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમ ઈન્ડિયામાં ત્રણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર મુજબ ટીમના ત્રણ ઘાયલ પ્લેયર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે.

Divyabhaskar.com

Sep 20, 2018, 04:49 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સિનિયર સિલેક્ટર કમિટીએ દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમ ઈન્ડિયામાં ત્રણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર મુજબ ટીમના ત્રણ ઈજાગ્રસ્ત પ્લેયર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દૂલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ ગુરુવારે તેની જાણકારી આપી. બીસીસીઆઈએ કહ્યું,'ભારતીય ટીમમાં હાર્દિક, અક્ષર અને શાર્દૂલના સ્થાને એશિયા કપ માટે હવે દીપક ચહર, રવીન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલને સામેલ કરવામાં આવ્યા છે.' બોર્ડે કહ્યું, હાર્દિકને પાકિસ્તાન વિરુદ્ધની મેચ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે. આ ઈજાના કારણે તે બાકી બચેલી મેચોમાં ભારતીય ટીમ સાથે નહીં રમી શકે.'

આ ઉપરાંત બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અક્ષરને પણ પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. તેની ઈજાને સ્કેન બાદ એશિયા કપમાંથી તેને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કહ્યું, હોંગકોંગ વિરુદ્ધની મેચ દરમિયાન શાર્દૂલને રાઇટ હિપમાં ઈજા થઈ હતી. આ કારણથી તે પણ એશિયા કપમાં નહીં રમી શકે. તેના સ્થાને સિદ્ધાર્થને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે, એશિયા કપની બાકી બચેલી મેચો માટે હાર્દિકના સ્થાને દીપક અને અક્ષરના સ્થાને જાડેજા ટીમમાં સામેલ થશે.

હાર્દિક પંડ્યાની ઈજા અંગે બીસીસીઆઈનું કહેવું છે કે, પંડ્યાને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ છે અને તેની સ્થિતિને મેડિકલ ટીમ જોઈ રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પંડ્યા હાલ ઊભો થઈ શકવામાં સક્ષમ છે અને મેડિકલ ટીમ તેની સ્થિતિને જોઈ રહ્યા છે.

X
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાને પીઠમાં ઈજા થઈ હતી.પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાને પીઠમાં ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્ત હાર્દિક પંડયાઈજાગ્રસ્ત હાર્દિક પંડયા
ત્રણ ઘાયલ પ્લેયર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છેત્રણ ઘાયલ પ્લેયર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી