ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે, BCCIએ કાર્યક્રમ જાહેર કર્યો

Australias tour of India announced, first T20 in Bengaluru on 24th February

  • ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસમાં 2 ટી-20 અને 5 વનડે રમશે 
  • વર્લ્ડકપ પહેલા આ ઓસ્ટ્રેલિયાનો છેલ્લો વિદેશ પ્રવાસ રહેશે

divyabhaskar.com

Jan 10, 2019, 06:03 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCIએ ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટુરની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 ટી-20 અને 5 વનડે રમાશે. BCCIએ કરેલી રજુઆત પ્રમાણે બંને ટી-20 રાત્રે રમાશે જયારે બધા વનડે ડે-નાઈટ મુકાબલા રહેશે. વનડે મુકાબલા બપોરે 1:30 વાગે શરૂ થશે.

મેચ તારીખ જગ્યા
પહેલી ટી-20 24 ફેબ્રુઆરી બેંગલુરુ
બીજી ટી-20 27 ફેબ્રુઆરી વિશાખાપટનમ
પહેલી વનડે 02 માર્ચ હૈદરાબાદ
બીજી વનડે 05 માર્ચ નાગપુર
ત્રીજી વનડે 08 માર્ચ રાંચી
ચોથી વનડે 10 માર્ચ મોહાલી
પાંચમી વનડે 13 માર્ચ દિલ્હી


બેંગલુરુમાં પહેલી ટી-20 મેચ સાથે ટુરની શરૂઆત થશે
બંને ટીમો વચ્ચે વચ્ચેના ટી-20 મુકાબલા બેંગલુરુ અને વિશાખાપટનમ ખાતે રમાશે. જયારે પાંચ વનડે હૈદરાબાદ, નાગપુર, રાંચી, મોહાલી અને દિલ્હી ખાતે રમાશે. અત્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ટુર પર છે અને આવતીકાલે સિડની ખાતે પ્રથમ વનડે રમશે.

X
Australias tour of India announced, first T20 in Bengaluru on 24th February
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી