સિડની / ઓસ્ટ્રેલિયાએ પહેલી વનડે માટે પ્લેઈંગ 11 જાહેર કરી, સિડલ 8 વર્ષ બાદ વનડે રમશે

Australia announces playing eleven for sydney odi
X
Australia announces playing eleven for sydney odi

  • સિડલ છેલ્લે  નવેમ્બર 2010માં શ્રીલંકા સામે વનડે રમ્યો હતો 
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલો વનડે 12 જાન્યુઆરીએ સિડની ખાતે રમાશે 

divyabhaskar.com

Jan 11, 2019, 02:02 PM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના વનડે કેપ્ટ્ન આરોન ફિન્ચે ભારત સામેની પહેલી વનડે માટે પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે. ફાસ્ટ બોલર પીટર સિડલ 8 વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી કરશે. તેની સાથે જે. રિચાર્ડસન અને જેસન બેહરેનડોર્ફ અન્ય બે ફાસ્ટ બોલર્સ છે. જયારે સ્પિન બોલર તરીકે ઓસ્ટ્રેલિયાએ એડમ ઝાંપાની જગ્યાએ નેથન લાયનને પસંદ કર્યો છે. 

ફિન્ચે કહ્યું- સિડલ ટીમમાં સ્થાન મેળવવા હકદાર હતો

1.

ફિન્ચે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ વેબસાઈટને કહ્યું કે, "સિડલે છેલ્લા કેટલાક વર્ષોથી બિગ બેશમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ટીમથી દૂર રહી તેની ક્ષમતાઓ પર કામ કર્યું છે. તે ટીમમાં સ્થાન મેળવવા હકદાર હતો. 

 

 

2.ફિન્ચે કહ્યું કે, "ઝાંપાને બહાર બેસાડવો અઘરો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટને લાગે છે લાયન અને મેક્સવેલની જોડી મે-જૂનના વર્લ્ડકપમાં મહત્વનો ભાગ ભજવશે તેથી અમારે ઝાંપાને બહાર  બેસાડવો પડ્યો છે. લાયને 15 વનડેમાં 18 અને મેક્સવેલે 87 વનડેમાં 45 વિકેટ લીધી છે. જયારે ઝાંપાએ 20 વનડેમાં 22 વિકેટ લીધી છે.
3.ઓસ્ટ્રેલિયા માટે ફિન્ચ સાથે એલેક્સ કેરી સાથે ઓપનિંગ કરશે. તે બાદ ઉસ્માન ખ્વાજા, શોન માર્શ અને પીટર હેન્ડકોમ્બ બેટિંગ કરશે. મેક્સવેલ અને માર્ક સ્ટોઈનિસના રૂપમાં તેમની ટીમમાં 2 ઓલરાઉન્ડર છે. સિરીઝની પહેલી મેચ સિડની, બીજી એડિલેડ અને ત્રીજી મેલબોર્ને ખાતે રમાશે. 
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11
4.આરોન ફિન્ચ (કેપ્ટ્ન), એલેક્સ કેરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેન્ડકોમ્બ, માર્ક સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, નાથન લાયન, પીટર સિડલ, જે. રિચાર્ડસન, જેસન બેહરેનડોર્ફ 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી