એશિયા કપ: પાકિસ્તાને હોંગકોંગને સતત ત્રીજીવાર હરાવું, 8 વિકેટે મેળવી જીત

પાકિસ્તાન સામે હોંગકોંગે ટોસ જીતીને પહેલા બેટીગ કરવાનો નિર્ણય લીધો હતોે

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 11:37 PM
Asiacup 2018 pakistan vs hongkong live and updates

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયા કપની બીજી મેચમાં પાકિસ્તાને હોંગકોંગને 8 વિકેટે હાર આપી છે. 117 રનના ટાર્ગેટને પાકિસ્તાનની ટીમે 23.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પુરો કર્યો હતો. હોંગકોંગ સામે એશિયા કપમાં પાકિસ્તાનની આ સતત ત્રીજી જીત છે. આ પહેલા પાકિસ્તાને હોંગકોંગને એશિયા કપમાં 2004 અને 2008 માં હાર આપી હતી.

ઈમામ ઉલ હકની હાફ સેન્ચુરી

પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ હકે સૌથી વધારે 50 રન બનાવ્યા હતા. આ તેના કેરિયરની પહેલી ફીફટી છે. ઈમામ ઉપરાંત બાબર આઝમે 33 અને જમાએ 24 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા હોંગકોંગની પૂરી ટીમ 37.1 ઓવરમાં 116 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને 3 વિકેટ લીધી હતી.

X
Asiacup 2018 pakistan vs hongkong live and updates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App