ક્રિકેટ / બોલિંગ કરતી વખતે ડિંડાના માથે બોલ વાગ્યો, ડોકટરે કહ્યું હાલત ચિંતાજનક નથી

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 06:36 PM
Ashok Dinda injured while bowling in a practise match at Eden Gardens

  • અશોક ડિંડાને સીટી સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો 
  • કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં બંગાળની ટીમ એક ટી-20 પ્રેક્ટિસ મેચ રમી રહી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઈડન ગાર્ડનમાં એક પ્રેક્ટિસ મેચ દરમિયાન ફાસ્ટ બોલર અશોક ડિંડાના માથામાં બોલ વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ ડિંડા મેદાન ઉપર પડી ગયો હતો. ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી હતી. તેના પછી ડિંડાને સીટી સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોકટરે કહ્યું કે ડિંડાની હાલત ચિંતાજનક નથી.

સોમવારે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે બંગાળની ટીમ એક ટી-20 પ્રેક્ટિસ મેચ રમી રહી હતી. આ મેચ મુસ્તાક અલી ચેમ્પિયનશિપની તૈયારી રૂપે રમાઈ રહી હતી. અશોક ડિંડા બોલિંગ કરી રહ્યો હતો. તેણે નાખેલા એક બોલને બેટ્સમેને સીધો ફટકાર્યો હતો અને તેને માથા પર વાગતા તે મેદાન ઉપર જ પડી ગયો હતો.

X
Ashok Dinda injured while bowling in a practise match at Eden Gardens
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App