વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ: અંકુર મિત્તલે ડબલ ટ્રેપ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ, પુરુષ ટીમને મળ્યો બ્રોન્ઝ

અંકુરે 150માંથી 140 પોઇન્ટ મેળવ્યા, શૂટઓફમાં તેનો સામનો ચીનના યિયાંય યાંગ અને સ્લોવોકિયાના હુબર્ટ આંદ્રેજેજ સાથે થયો

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 05:38 PM
ભારતના અંકુર મિત્તલે ગોલ્ડ મે
ભારતના અંકુર મિત્તલે ગોલ્ડ મે

ચાંગ્વૂ (દક્ષિણ કોરિયા). વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શનિવારે ભારતના અંકુર મિત્તલે ગોલ્ડ મેડલ જીત્યો. શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધા તેણે શૂટઓફમાં જીતી. ભારતના નામે 7 ગોલ્ડ સહિત કુલ 20 મેડલ થઈ ગયા છે. 26 વર્ષીય અંકુરે 150માંથી 140 પોઇન્ટ મેળવ્યા. શૂટઓફમાં તેનો સામનો ચીનના યિયાંય યાંગ અને સ્લોવોકિયાના હુબર્ટ આંદ્રેજેજ સાથે થયો. તેણે ચીનના નિશાનેબાજને 4-3થી હરાવ્યો. આંદ્રેજેજને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.

ફાઇનલમાં ન પહોંચી શકી અંજુમ

ટીમ સ્પર્ધામાં અંકુરે મોહમ્મદ અસાબ અને શાર્દુલ વિહાનની સાથે મળી દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. ત્રણેયે કુલ 409 પોઇન્ટ મેળવ્યા. આ સ્પર્ધામાં 411 પોઇન્ટ સાથે ઇટલીએ ગોલ્ડ અને 410 પોઇન્ટ સાથે ચીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. બીજી તરફ, મહિલા વર્ગમાં અંજુમ મુદગિલ ફાઇનલમાં ન પહોંચી શકી. અંજુમ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનના ક્વાલિફાઇંગમાં 1170 પોઇન્ટ સાથે નવમા નંબરે રહી.

X
ભારતના અંકુર મિત્તલે ગોલ્ડ મેભારતના અંકુર મિત્તલે ગોલ્ડ મે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App