વિવાદ / ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલાં વનડેમાં રાયડુની એકશન સંદિગ્ધ, 14 દિવસમાં બોલિંગ ટેસ્ટ આપવી પડશે

Ambati Rayudu has been reported with a suspect bowling action in first one day against Australia
X
Ambati Rayudu has been reported with a suspect bowling action in first one day against Australia

  • ICCએ ભારતીય ટીમને સોંપી મેચની સત્તાવાર રિપોર્ટ

  • ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી બોલિંગ નહીં કરી શકે રાયડુ

Divyabhaskar.com

Jan 13, 2019, 06:16 PM IST
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની પહેલી વનડેમાં બોલિંગ એકશન સામે વાંધો ઉઠાવ્યો છે. ICCએ રવિવારે સત્તાવાર નિવેદનમાં આ અંગેની જાણકારી આપી. ભારતીય ટીમ પ્રબંધનને સત્તાવાર મેચ રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે. જેમાં 33 વર્ષના રાયડૂની બોલિંગ એકશન પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. 
1. ICC નિયમો અંતર્ગત ટેસ્ટ લેવાશે

રાયડુને 14 દિવસની અંદર પોતાની બોલિંગ એકશનની ટેસ્ટ આપવી પડશે. આ સમય દરમિયાન રાયડુને ઈન્ટરનેશનલ મેચમાં બોલિંગની મંજૂરી નહીં મળે. રાયડુની બોલિંગ એકશનને હવે વનડે અને ટી 20માં લાગુ ICC નિયમો અંતર્ગત પારખવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રાયડુએ બે ઓવર ફેંકી અને 13 રન આપ્યાં હતા.  તેની બોલિંગ પર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ બે ચોગ્ગા ફટકાર્યાં હતા. ભારતીય ટીમ આ મેચ 34 રને હારીને સીરીઝમાં 0-1થી પાછળ છે. સીરીઝની બીજી મેચ 15 જાન્યુઆરીએ એડિલેડમાં રમાશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી