બોક્સર વિજેન્દર 5મી ઓગસ્ટે જુલ્પિકાર સામે રિંગમાં ઉતરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી, મુંબઈ:  ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દર સિંહ પોતાના આગામી મુકાબલામાં ચીનના જુલ્પિકાર માઈમાઈતિયાલી સામે 5 ઓગસ્ટના રોજ મેદાનમાં ઉતરશે. જેમાં ડબ્લ્યૂબીઓ એશિયા પેસિફીક સુપર મિડલવેઈટ ચેમ્પિયન વિજેન્દર અને ડબ્લ્યૂબીઓ ઓરિએન્ટલ સુપર મિડલવેઈટ ચેમ્પિયન જુલ્પિકારના ટાઈટલ દાવ પર રહેશે. આ મુકાબલામાં જે બોક્સર જીતશે તે પોતાના ટાઈટલની રક્ષા કરશે અને સાથે જ વિરોધી ખેલાડીના ટાઈટલ પર પણ કબજો કરશે.

વિજેન્દરે કૈરી હોપને હરાવી પ્રથમ પ્રોફેશનલ ટાઈટલ જીત્યું હતું

બંને બોક્સરોના પ્રમોટર વર્ષની શરૂઆતમાં આ વિશે ચર્ચા કરી રહ્યાં હતા પરંતુ અમૂક કારણવશ આ મુકાબલો શક્ય બન્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ ખેલાડીએ હજુ સુધી આઠ પ્રોફેશનલ મુકાબલાઓ રમ્યાં હતા. તેણે 24 રાઉન્ડ રમ્યાં છે, જેમાંથી સાતમાં વિજય, પાંચ નોકઆઉટ અને એક બાઉટ ડ્રો રહી હતી. વિજેન્દરની વાત કરીએ તો તેણે પોતાનું ડબ્લ્યૂબીઓ એશિયા પેસિફીક સુપર મિડલવેઈટનું ટાઈટલ બચાવ્યું હતું. તેના ભાગમાં આઠ વિજય છે જેમાંથી સાત નોકઆઉટ છે. એક મેચમાં તેને સર્વસમ્મતિથી વિજેતા પસંદ કરવામાં આવ્યો હતો. તેણે હજુ સુધી 30 રાઉન્ડ રમ્યાં છે.
 
અન્ય સમાચારો પણ છે...