Home » Sports » World Cup 2011 » Latest News » IndvsAus Live score,AusvsInd Scorecard,IndvsAus Live commentary from Sydney Australia,1st ODI

સિડની: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની 1000મી જીત, ભારત 34 રને હાર્યુ; રોહિતની સદી પાણીમાં

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 05:41 PM

  • IndvsAus Live score,AusvsInd Scorecard,IndvsAus Live commentary from Sydney Australia,1st ODI
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સિડની: ભારત સામે સિડનીમાં રમાયેલી પહેલી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી અપાયેલા 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતે 50 ઓવરમાં 254 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી પર પાણી ફરી વળ્યુ હતુ અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ 1000મી વખત જીત મેળવી

    દેશ મેચ જીત હાર ટાઈ ડ્રો નો રિઝલ્ટ
    ઓસ્ટ્રેલિયા 1852 1000 593 13 210 36
    ઇંગ્લેન્ડ 1833 774 676 9 345 29
    ભારત 1597 711 615 11 217 43
    પાકિસ્તાન 1464 702 572 11 159 19
    વેસ્ટ ઇન્ડિઝ 1434 608 606 14 175 31

    ભારતની નબળી શરૂઆત રહી હતી.

    જેસન બેહરેનડોર્ફે શેખર ધવનને એલબીડબલ્યુ કરીને ભારતને પહેલી જ ઓવરમાં પહેલો ફટકો આપી દીધો હતો. શેખર 0 રન પર આઉટ થયો હતો. જેમાં ભારતનો સ્કોર-1/1 રહ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીમાર્કસ સ્ટોઈનિસને કેચ આપી 3 રને આઉટ થઈ ભારતને બીજો ફટકો આપ્યો છે. આ સાથે જ અંબિત રાયડુ પણ એલબીડબલ્યુ પર આઉટ થયો હતો.

    ધોનીએ ભારત માટે વનડેમાં 10 હજાર રન પૂરા કર્યા


    ભારતના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે એક રન કરી ભારત માટે 10 હજાર બનાવનારપાંચમો બેટ્સમેન બન્યો હતો. ધોનીએ 333મી વનડેમાં આ માઈલસ્ટોન એચિવ કર્યો હતો. ધોનીએ ભારત સિવાય એશિયા 11 માટે 174 રન કર્યા હતા. જેને બાદ કરતા આજે પહેલો સિંગલ લઈને 10174 ઇન્ટરનેશનલ રન કરી ભારત માટે 10 હજાર રન પૂરા કર્યા હતા.


    ધોની નોટઆઉટ હોવા છતા એલબીડબલ્યુ આઉટ અપાયો

    જેસન બેહરેનડોર્ફેનો બોલ લેગ સ્ટમ્પની બહાર પીચ થયો હતો પણ એમ્પાયર માઈકલ ગોગે ધોનીને એલબીડબ્લ્યૂ આઉટ આપ્યો હતો. અંબાતી રાયડુ પછી એલબીડબલ્યુનો આ સિલસિલો યથાવત રહ્યો હતો. જેથી ધોનીને પણ તેનો ભોગ બની પલેવિયન પર ફરવાનો વારો આવ્યો હતો.


    વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

    ખેલાડી ઈનિંગ્સ સદી
    સચિન તેંડુલકર 70 09
    રોહિત શર્મા 29 07
    ડેસમન્ડ હેઇન્સ 65 06
    વિરાટ કોહલી 27 05


    ભારત માટે 10,000 રન કરનાર ખેલાડી

    રન ખેલાડી
    18426 સચિન તેંડુલકર
    11221 સૌરવ ગાંગુલી
    10768 રાહુલ દ્રવિડ
    10235 વિરાટ કોહલી
    10000 એમ એસ ધોની


    ફિંચ બન્યા ભુવનેશ્વરના વનડે 100ના શિકાર

    ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને ત્રીજી ઓવરમાં આઉટ કરી દીધા હતા. આ વિકેટ સાથે તેણે વનડેમાં તેની 100 વિકેટ પૂરી કરી હતી. તેઓ વનડેમાં 100 વિકેટ લેનાર 19માં ભારતીય બોલર હતી. તેઓ ભારત તરફથી 100 વિકેટ લેનાર 13માં ફાસ્ટ બોલર હતા. જોકે તે માટે તેમણે 96 વનડે રમી છે. તે સૌથી વધારે મેચ રમીને આ આંક સુધી પહોંચનાર પાંચમાં ભારતીય છે.

    બે સિરીઝ પછી ધોની પરત ફર્યો, બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું


    ભારત વિરુદ્ધ પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણ કર્યો હતો. તે માટે ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં પરત ફર્યો છે. ગયા વર્ષે તેણે 20 વનડેમાં 25ની એવરેજથી માત્ર 275 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો મહત્તમ સ્કોર 42 રન રહ્યો હતો.

    100 વિકેટ માટે સૌથી વધારે વનડે રમનાર ભારતીય ખેલાડી

    બોલર મેચ
    સૌરવ ગાંગુલી 308
    સચિન તેડુંલકર 268
    યુવરાજ સિંહ 266
    રવિશાસ્ત્રી 100
    ભુવનેશ્વર કુમાર 96


  • IndvsAus Live score,AusvsInd Scorecard,IndvsAus Live commentary from Sydney Australia,1st ODI
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • IndvsAus Live score,AusvsInd Scorecard,IndvsAus Live commentary from Sydney Australia,1st ODI
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • IndvsAus Live score,AusvsInd Scorecard,IndvsAus Live commentary from Sydney Australia,1st ODI
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ