2019ના વર્લ્ડ કપ પહેલા આ 5 દિગ્ગજ ક્રિકેટર્સની થઈ શકે છે ટીમમાંથી હકાલપટ્ટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ 2019માં ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓ રહેશે તેની ચર્ચા અત્યારથી જ શરુ થઈ ગઈ છે. સૌથી વધુ ફોક્સ મહેન્દ્ર સિંહ ધોની પર છે, જેણે જાન્યુઆરી 2017માં વર્લ્ડકપની તૈયારીઓ માટે જ વન-ડે તથા ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી હતી. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે આ વાત કહીને ચર્ચાને વેગ આપ્યો હતો કે, હવે ટીમ મેનેજમેન્ટે 2019 વર્લ્ડ કપ પહેલા ધોની તથા યુવરાજના વિકલ્પને શોધી લેવા જોઈએ.
 
 
 
આ કારણે ધોનીના સિલેક્શન પર ઉઠી રહ્યાં છે સવાલ

- એમએસ ધોનીએ કેપ્ટન પદેથી હટ્યા બાદ જણાવ્યું હતું કે, તે 2019ના વર્લ્ડ કપ સુધી ટીમમાં રહેવા માગે છે. તેથી તે કેપ્ટન પદેથી હટી રહ્યો છે. 
- એવુ માનવામાં આવી રહ્યું હતું કે, કેપ્ટનની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ ધોનીનો અગાઉનો આક્રમક અંદાજ ફરી જોવા મળશે. જોકે આમ ન થયું.
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધોનીને 5 માંથી 2 મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી. જેમાંથી એકમાં તેણે 63 રનની ઈનિંગ રમી, જ્યારે પાક. સામેની ફાઈનલમાં માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો.
- ધોનીના વિકેટકીપર તરીકેના વિકલ્પ તરીકે રિષભ પંતને તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિન્ડીઝ ટૂર પર પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
- પૂર્વ ક્રિકેટર અગરકરે પણ ધોનીના સિલેક્શન પર સવાલ કરતા કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલીએ છઠ્ઠા નંબરે જાધવને એટલા માટે રમાડવો પડ્યો કારણ કે, તેને 4(યુવી)તથા 5મા(ધોની) ક્રમના બેટ્સમેન પર વધુ વિશ્વાસ નહીં હોય.
- ધોનીની વય પણ એક ફેક્ટર છે, ધોની આ જુલાઈમાં 36 વર્ષનો થઈ જશે. 2019માં તે 38 વર્ષનો થઈ જશે અને ત્યારે તેની વિકેટ પાછળની ઝડપી કેવી હશે તે જોવા લાયક રહેશે.
 
2017માં ધોનીનું પ્રદર્શન
ફોર્મેટ    મેચ    રન    બેસ્ટ

વન-ડે    09    232    134
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય 4 ભારતીય ક્રિકેટર્સ વિશે જેમનું 2019 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ...)
અન્ય સમાચારો પણ છે...