આ વર્ષે ડી વિલિયર્સ સહિતના ખેલાડી થઇ શકે છે રિટાયર્ડ, બનાવી રહ્યાં છે યોજના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ દ.આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન અને વન-ડે ટીમના કેપ્ટન એબી ડીવિલિયર્સ ઓગસ્ટ મહિનામાં પોતાના કરિઅર અંગે કોઈ નિર્ણય લઈ શકે છે. આ મામલે તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં બાંગ્લાદેશ શ્રેણી અગાઉ તે ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરવાનો છે અને તેમાં તે પોતાના કરિઅર અંગે ચર્ચા બાદ કોઈ નિર્ણય લેશે. સૂત્રો અનુસાર, ડીવિલિયર્સને જો બોર્ડ અધિકારીઓ ટેસ્ટ રમવાનું નથી કહેતા તો ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. જોકે તે ટી-20 અને વન-ડે ફોર્મેટને લંબાવવા આમ કરશે, જેથી 2019નો વર્લ્ડ કપ રમી શકે. 
 
આવું રહ્યું છે ડીવિલિયર્સનું ટેસ્ટ કરિઅર....

- ડીવિલિયર્સ છેલ્લે 22 જાન્યુઆરી 2016ના રોજ ટેસ્ટ મેચ રમ્યો હતો. તેણે અત્યારસુધી 106 ટેસ્ટ મેચ રમી છે.
- તેણે 176 ઈનિંગમાં 50.46ની એવરેજથી 8,074 રન કર્યા છે, જેમાં 21 સદી અને 39 અડધી સદી સામેલ છે.
- ટેસ્ટમાં ડીવિલિયર્સનો શ્રેષ્ઠ સ્કોર 278* નો રહ્યો છે.
 
ડીવિલિયર્સનું વન-ડે અને ટી-20 કરિઅર

- 33 વર્ષીય ડીવિલિયર્સ અત્યારસુધી 222 વન-ડે મેચમાં 9319 રન કરી ચૂક્યો છે.
- વન-ડેમાં ડીવિલિયર્સના નામે 24 સદી અને 53 અડધી સદી નોંધાયેલી છે. જેમાં 162* તેનો શ્રેષ્ઠ સ્કોર છે.
- વન-ડેમાં ડીવિલિયર્સના નામે 173 કેચ અને 5 સ્ટમ્પિંગ પણ છે.
- ડીવિલિયર્સે ટી-20ની 76 મેચમાં 1603 રન ફટકાર્યા છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય કયા ખેલાડીઓ ક્રિકેટમાં નિવૃત્ત થઈ શકે છે....)
અન્ય સમાચારો પણ છે...