• Gujarati News
  • 11 year old Malikah Hamzah Takes Cricket World By Storm

11 વર્ષની ઉમર, કમાલની બોલિંગ એક્શન, મળી ચુકી છે ઇન્ટરનેશનલ વિકેટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્હોનિસબર્ગ: આ દિવસે 11 વર્ષની ઉમરની એક બાળકી તેની રમતને લઇને ચર્ચામાં છે. આ બાળકીનું નામ મલિકા હમજા અને તે દક્ષિણ આફ્રિકામાં રહે છે. તે લેગ સ્પિનરના રૂપમાં જાણીતી છે. તેની એક્શન કમાલની છે જેની સામે સારા સારા બેટ્સમેન આઉટ થઇ જાય છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દક્ષિણ આફ્રિકાની ટીમમાં આ 11 વર્ષીય ઓલ રાઉન્ડરને શામેલ કરવામાં આવી શકે છે.
10 વર્ષની ઉમરમાં જ મળી ઇન્ટરનેશનલ વિકેટ
તમને જાણીને આશ્ચર્ય થશે કે એક વર્ષ પહેલા જ એટલે કે 10 વર્ષની ઉમરમાં હમજાને એક ઇન્ટરનેશનલ વિકેટ મળી ચુકી છે. નવેમ્બર,2014માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર આવેલી ઝિમ્બાબ્વેની આંતરરાષ્ટ્રીય મહિલા ટીમ વિરૂદ્ધ વેસ્ટર્ન કેપ પ્રોવિસ ટીમ તરફથી રમતા તેને એક ટી 20 મુકાબલામાં પ્રથમ ઇન્ટરનેશનલ પ્લેયરની વિકેટ ઝડપી હતી.
હમજાએ રચ્યો ઇતિહાસ
આ વિકેટ મેચની પ્રથમ વિકેટ હતી. મેચની નવમી ઓવર, જે હમજાની બીજી ઓવર હતી. એક ફરતી બોલ પર ઝિમ્બાબ્વેની મહિલા ટીમની બેટ્સમેન બોલ્ડ થઇ ગઇ હતી. આમ પ્રથમ વખત થયુ, જ્યારે આટલી ઓછી ઉમરમાં કોઇ ખેલાડીને ઇન્ટરનેશનલ વિકેટ મળી હોય.ત્રણ ઓવર બાદ જ્યારે બીજી વિકેટ પડી ત્યારે પણ હમજાની ભૂમિકા રહી હતી. તે શોર્ટ ફાઇન લેગ પર ફિલ્ડીંગ કરી રહી હતી ત્યારે એક કેચ તેની તરફ આવ્યો હતો. આ વિશે તેને જણાવ્યુ, “ જ્યારે કેચ મારી તરફ આવ્યો તો હુ પહેલાથી ગભરાઇ ગઇ હતી. મને લાગ્યુ કે હુ કેચ નહી પકડી શકુ તે બાદ મે કઇ ન વિચાવ્યુ અને કેચને પકડી લીધો.” આ મેચ વરસાદને કારણે પૂરી થઇ શકી નહતી.
પ્રથમ વખત 9 વર્ષની ઉમરમાં રમી ક્રિકેટ
હમજાએ પ્રથમ વખત ક્રિકેટ 9 વર્ષની ઉમરમાં રમવાનું શરૂ કર્યુ હતુ. તેના પિતા બોએબાઇ એક થિયેટરમાં કામ કરે છે. આ વિશે તેમને જણાવ્યુ કે તે રમતની ઘણી દીવાની છે. તે હજુ પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર 2013 બાદ તેને વિવિધ ટીમો તરફથી રમતા 22 મેચમાં 432 રન બનાવ્યા છે અને 47 વિકેટ ઝડપી છે. જેમાંથી કેટલાક રન અને વિકેટ યુવકોની ટીમ અગસ્ટાઇન તરફથી રમતા મળી છે. આ ઘણી જૂની ક્રિકેટ ક્લબ છે. જેની સ્થાપના 1899માં થઇ હતી. પોલ એડમ્સ અને આલિવિરિયા જેવા ઇન્ટરનેશનલ પ્લેયર આ ક્લબ તરફથી રમતા હતા.
યુવકોથી સારૂ રમે છે હમજા
બોએબાઇએ જણાવ્યુ કે યુવકો સાથે રમવુ આસાન નહતું, કારણ કે તે આ તમામથી સારૂ રમે છે. 2013-14 સિઝનમાં તેને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને બેસ્ટ ઓલ રાઉન્ડર એવોર્ડ સહિત છમાંથી પાંચ એવોર્ડ મળી ચુક્યા છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, હમજાને કઇ રીતે કોમેન્ટોનો સામનો કરવો પડ્યો...