તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત આર્મીને પાડવા, પાકિસ્તાને તૈયાર કર્યો પ્રોજેક્ટ 'ઝુલ્ફિકારાબાદ'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કંડલા-મુન્દ્રા પોર્ટ અને ડિફેન્સને તોડવા પાક.નું 'ઝુલ્ફીકારાબાદ’
- પાકિસ્તાને કેટી બંદરથી ઝીરો વચ્ચે ઊભો કરેલો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ
- શિપિંગ ઇન્ડસ્ટ્રીને મળતો કાર્ગો ડાયવર્ટ થશે અને કરાંચીથી ડિફેન્સ બેઝ ખસીને કચ્છની સામે આવશે

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની બરાબર સામે આવેલા પાકિસ્તાનના ઝીરો ગામની આસપાસ થઇ રહેલી હરકતથી ભારતીય ગુપ્તચર એજન્સીઓ અચાનક સતેજ થઇ ગઇ છે. કારણ કે, દુશ્મન દેશ પાકિસ્તાને નવેમ્બર ૨૦૧૩થી તેના સિંધ પ્રાંતના થટ્ટા જિલ્લાના ર્ઝીક નામના શહેર પાસે ઝુલ્ફીકારાબાદ પ્રોજેક્ટની ઝડપ વધારી દીધી છે. આ પ્રોજેક્ટને કારણે કચ્છના કંડલા અને મુન્દ્રા બંદર ઉપરાંત ભારતીય શિપિંગ ઇન્ડસ્ટ્રીને મળતા કાર્ગોમાં તો ઘટાડો થશે જ, સાથે સાથે અત્યાર સુધી પાકિસ્તાની આર્મી અને નેવીના જે બેઝ કરાંચી સુધી સીમિત હતા તે હવે ગુજરાતની એકદમ સામે આવીને ઊભા રહી જશે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના નામે શરૂ થયેલા સો કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા ઝુલ્ફીકારાબાદ નામના આ શહેર અને તેની આસપાસ પાકિસ્તાનના છ બંદરને આવરી લેવામાં આવ્યા છે. પહેલાં અહીં ક્રીકનો નર્જિન વિસ્તાર હતો. અહીં હવે ક્રીકોને પૂરવામાં આવી રહી છે અને એક કૃત્રિમ શહેરને ઊભું કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં સિંધ પ્રાંતના થટ્ટા જિલ્લાના કેટી બંદર, ખારો છન, શાહ બંદર અને જતી તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો